ગુજરાતની આબોહવા

ગુજરાતની આબોહવા : ગુજરાત મોસમી અબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે.

ગુજરાતની આબોહવા

પોસ્ટ નામગુજરાતની આબોહવા
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયગુજરાતની ભૂગોળ

ગુજરાતની આબોહવા વિશે માહિતી

ઋતુઓ

આપડી આબોહવાના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે

શિયાળો

  • ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજતરમાં તાપમાન નીચું રહે છે.
  • જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો હોય છે.
  • દરિયાની લહેરોના પરિણામે દક્ષિણ ગુજરાતમાં તાપમાન ખૂબ નીચું જતું નથી.
  • હિમાલયમાં હિમવર્ષા થવાથી સમગ્ર ગુજરાતમાં ખુબજ ઠંડીનો અનુભવ થાય છે.
  • ક્યારેક હિમ પણ પડે છે. ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે, જેને ‘માવઠું’ કહે છે.
  • ગુજરાતનો શિયાળો આરોગ્યપ્રદ અને ખુશનુમા છે.

ઉનાળો

  • માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊંચું રહે છે.
  • મે મહિનો સૌથી ગરમ હોય છે.
  • દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો ઓછો ગરમ રહે છે.
  • ઉત્તર ગુજરાતમાં ક્યારેક ‘લૂ’ની પરિસ્થિતિ પણ અનુભવાય છે.
  • ગુજરાતનો ઉનાળો ગરમ અને સુકો છે.

ચોમાસું

  • જૂનથી સપ્ટેમ્બરનો મહિનાનો સમયગાળો ‘ચોમાસાની ઋતુ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • ગુજરાતમાં વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં પડે છે.
  • ચોમાસાની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વીંટોળીયા ભારે નુકસાન કરે છે.
  • ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્રિતતાઓ ધરાવતો હોવાથી કેટલીક વાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ પરિસ્થિતિ સર્જાય છે. કોઈક વાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે, જેને ‘હેલી’ કહે છે.

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ

  • ઓક્ટોબર-નવેમ્બર મહિનાના સમયગાળાને ‘ઋતુ પરિવર્તનનો ગાળો’ છે.
  • ઓક્ટોબરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.
  • નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો અનુભવ થાય છે.

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ

100 સેમીથી વધુ

વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, છોટો ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનો પૂર્વનો વિસ્તાર

80થી 100 સેમી સુધી

ભરૂચ અને વડોદરા જિલ્લાનો પશ્ચિમનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, મહીસાગર, અરાવલી, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર

40થી 80 સેમી સુધી

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ.

40 સેમીથી ઓછો

બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જિલ્લો.

Leave a Comment

x