સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું.
સોલંકી વંશનો ઈતિહાસ
પોસ્ટનું નામ | સોલંકી વંશનો ઈતિહાસ |
પોસ્ટ પ્રકાર | જનરલ નોલેજ |
વિષય | ગુજરાતનો ઈતિહાસ |
સોલંકીવંશ pdf
સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
સોલંકી વંશનો ઈતિહાસ સંપૂર્ણ માહિતી
મુળરાજ સોલંકી – ૧
- આ રાજાના સમયમાં “ગુજ્જર પ્રદેશ” પરથી ગુજરાત એવું નામ મળ્યું છે એવું માનવામાં આવે છે.
- આ રાજા સોલંકીવંશનો પ્રથમ રાજા હતો. આ રાજાએ સૌરાષ્ટ્રના એક રાજવી ગ્રહરીયું અને લાટમાં સરદારને હરાવી પોતાનું રાજ્ય લાટ સુધી વિસ્તર્યું હતું.
- આ ઉપરાંત સરસ્વતી નદીના કિનારે રૂદ્રમહાલ બાંધવાની શરૂઆત કરી હતી.
- મુળરાજ સોલંકીના સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્રએ બંનેમાં સોલંકીયુગનો ઝંડો ફરકાવ્યો હતો.
- આ રાજાના સમયમાં બોદ્ધ ધર્મ નહીવત થઇ ગયો હતો કારણ કે તે બ્રહ્મણોને બહુ માન આપતો હતો.
- વૃદ્ધાવાસ્થામાં શ્રીસ્થલી(સિધ્ધપુર) જઈ તેણે સરસ્વતી નદીના કાંઠે દેહ ત્યાગ કર્યો હતો.
ચામુંડારાજ
- આ રાજા મુળરાજનો પુત્ર હતો તેણે ધારાનગરીના પરમાર રાજા સિંધરાજને હરાવ્યો હતો. તે વિલાસી હોવાથી તેને પદભષ્ટ કર્યો હતો.
- તેનો જેષ્ઠ પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો પણ તેનું અકાળે મૃત્યુ થતા દુર્લભરાજે ગાદી સંભાળી હતી.
દુર્લભરાજ
- આ રાજા ચામુંડારાજનો નાનો પુત્ર હતો. તેણે લાટ પ્રદેશના રાજા કિર્તીરાજને હરાવ્યો હતો. તેમને અણહીલપુર પતન (પાટણ)માં ગુજશાળા, ધનશાળા, ધવગ્રહો અને દુર્લભ સરોવર બંધાવ્યું હતું.
ભીમદેવ – ૧
- ઇતિહાસમાં તે “ભીમદેવ બાણાવલી” તરીકે પ્રસિદ્ધ છે. તેમના રાની ઉદયમતી દ્વારા પાટણમાં રાણકીવાવ બંધાવવામાં આવી હતી.
- આ ઉપરાંત મોઢેરાનું સૂર્યમંદિર તેના સમયમાં બંધાયું હતું.
- તેના સમયમાં ૧૦૨૬ના રોજ જાન્યુ ૧ અથવા ૭માં મહોમદ – ગઝનવીએ સોમનાથ લુટ્યુ હતું. તેમના સમયમાં વિમળશાહ મંત્રી થઇ ગયા હતા.
કર્ણદેવ સોલંકી
- આ રાજા ભીમદેવ-૧નો પુત્ર હતો. તેણે વર્તમાન અમદાવાદની નજીક આશાપલ્લી(આશાવલ)ના ભીલ સરદાર આશાવલને હરાવી ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું. સોલંકી રાજ્યનો તેણે દક્ષિણમાં છેક નાગાસારિકા(નવસારી) સુધી વિસ્તર્યું હતું.
- તેમના પત્ની મિનળદેવી(મણપલ્લાદેવી, પિયર-કર્ણાટક) દ્વારા ધોળકામાં મલાવ તળાવ બંધાવવામાં આવ્યું હતું.
- જેના માટે કહેવાય છે કે “ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવું”. વિરમગામમાં મુનસર તળાવ મિનળદેવીએ બંધાવ્યું હતું.
સિદ્ધરાજ જયસિંહ
- આ રાજાના સમયમાં ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે.
- સિદ્ધરાજ મિનળદેવી-કર્ણદેવનો પુત્ર હતો. આ રાજાએ માળવાના રાજા યશોવર્માને હરાવી “અવંતીનાથ”નું બિરુદ ધારણ કર્યું.
- બર્બરકા નામના અનાર્થ(રાક્ષસ)ને હરાવી સિદ્ધરાજને “બર્બરક જિષ્ણુ” કહેવાયું હતું.
- રૂદ્રમહાલ આ રાજાના સમયમાં પૂર્ણ થયો હતો.
- જુનાગઢના રાજા રાંખેગારને હરાવીને “સિદ્ધચક્રવતી” નામ ધારણ કર્યું હતું.
- સિદ્ધરાજે દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા હોવાથી “ત્રિભુવનગંજ” કહેવાય છે.
- “પાટણમાં સહસ્ત્રલીંગ તળાવ” આ રાજાએ બંધાવ્યું.
- સિદ્ધરાજે સોમનાથનો યાત્રાવેરો મિનળદેવીના કહેવાથી નાબુદ કર્યો હતો.
- આ રાજાના સમયમાં હેમચંદ્રાચાર્ય થઇ ગયો હતો. જેને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનો ગ્રંથ લખ્યો હતો.
- જયારે તે ગ્રંથ લખાઈ ગયો ત્યાર બાદ તેણે હાથી પર મૂકી નગરમાં શોભા યાત્રા કાઢવામાં આવી. આ શોભા યાત્રાની વિશેષતા એ હતી કે, ગ્રંથની રચના કરનાર હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ બંને પગપાળા ચાલતા હતા.
- આ રાજા અપુત્ર મૃત્યુ પામ્યો હતો.
કુમારપાળ
- કુમારપાળએ ભીમદેવ-૧ના મોટા પુત્ર ક્ષેમરાજનો વંશજ હતો.
- ક્ષેમરાજએ ભીમદેવની રાની બકુલાદેવીનો પુત્ર હતો.
- કુમારપાળ તેના બનેવી કાન્હડદેવ(કૃષ્ણદેવ)ની સહાયતાથી રાજા બન્યો.
- શાકંભરી(સાંભર)ના ચૌહાણ રાજા અર્ણરાજને તેણે પરાજય આપ્યો. આ તેની મોટી સિદ્ધી મનાય છે.
- તેના સામ્રાજ્ય વિસ્તાર ઉતરમાં સાંભર-અજમેર સુધી, દક્ષિણમાં લાટભંડલ સુધી, પૂર્વમાં ભીલસા સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર-કચ્છ સુધી હતો.
- તે ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે.
- તેને ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો અને તેનો અનુયાયી બન્યો.
- તેને અજીતનાથની એક મૂર્તિ કોતરાવી તારંગામાં મૂકાવી.
- અપુત્રીકાનું ધન લેવાનું બંધ કર્યું. પાટણમાં પટોલાની શરૂઆત કરાવી.
અજયપાળ
- કુમારપાળ અપુત્ર મૃત્યુ પામ્યો હતો તેથી તેના પછી તેના ભાઈ મહિપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવ્યો હતો.
- તેણે વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો તેનાથી જૈન ધર્મીઓ નારાજ હતા.
- તેનું નાની ઉંમરે મૃત્યુ થયું હતું.
- નોંધ: એવું માનવામાં આવે છે કે વિજયદેવ નામના એક સિપાઈએ તેમની હત્યા કરી નાખી હતી.
મુળરાજ – ૨
- ઈ.સ.૧૧૭૮માં મોહમ્મદ – સિહાબુદ્દીન – ઘોરીનું આક્રમણ ગુજરાતમાં થયું તે સમયે મુળરાજ -૨ સગીર હોવાથી તેના વતી તેની માતા નાઈકાદેવી શાસન કરતા હતાં અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો પરાજય થાય છે.
ભીમદેવ – ૨
- ઇતિહાસમાં તેને “ભોળાભીમ” તરીકે ઓળખવામાં આવે છે.
- તેના સમયમાં સોલંકીની સત્તા નબળી પડતી જણાય છે.
- ઈ.સ.૧૧૯૮માં મહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક ગુજરાત પર ચડાઈ કરી અને પાટણ લુંટ્યું.
- ભીમદેવ – ૨ પોતાને “અભિનવ સિદ્ધરાજ” તરીકે ઓળખાવતો અને ચપ્તમ ચક્રવતી તેવું કહેરાવતો.
- આમ આ સમયમાં સોલંકીયુગના પતનની શરૂઆત થઇ.
ત્રિભુવનપાલ
- ધોળકાના મહામંડેશ્વર વિરધવનના પુત્ર વિશળદેવે તેની હત્યા કરી અને આ વંશનો અંત આવ્યો.
નોંધ : જો તમે સોલંકી વંશનો ઈતિહાસનીવધુ માહિતી તમારી પાસે હોય તો કમેન્ટમાં જણાવો.