UPI એટલે શું? : સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

UPI એટલે શું? : UPIનું પૂરું નામ “Unified Payments Interface” થાય છે. જેનુ ગુજરાતીમાં ફૂલ ફોર્મ “યુનિફાઈડ પેમેન્ટસ ઇન્ટરફેસ” થાય છે. UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર 24*7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવાયેલ ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે.

UPI એટલે શું?

UPIની શરૂઆત 2016માં થઇ હતી. ઉલ્લેખનીય છે કે, UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા 24*7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. UPI એ એન્ડ્રોઈડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો UPI એક પેમેન્ટ ઇન્ટરફેસ છે જે તમારા પૈસાને એક બેંકમાંથી બીજા બેંકમાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.
UPIના ફાયદા (Benefits of UPI)તમે 24 કલાક અને 7 દિવસ પૈસાની લેવડ-દેવડ બેંક એકાઉન્ટ દ્વારા ગમે ત્યારે કરી શકો.
  • તમે રીયલ ટાઈમ પૈસા ટ્રાન્સફર કરી શકો.
  • તમારે પૈસા બેન્કમાંથી લેવા માટે લાંબી લાઈનોમાં ન ઉભું રહેવું પડે નહી.
  • તમે શોપિંગ માટે પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
  • તમારા પૈસા સુરક્ષિત રીતે સામેના વ્યક્તિને પહોંચાડી શકો છો.
નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી.
Powered by Blogger.