રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025 : Rajkot Municipal Corporation (Rajkot Mahanagarpalika)માં એપ્રેન્ટીસ એક્ટ-1961 તથા “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ 825 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) તારીખ 13-01-2025 થી 31-01-2025 દરમ્યાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025
પોસ્ટ ટાઈટલ | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 825 |
સંસ્થા | RMC |
છેલ્લી તારીખ | 31-01-2025 |
લાયકાત
જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈમાંથી જ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ જુઓ.
અરજી કઈ રીતે કરવી?
ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોકયુમેન્ટસની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી. મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001ના સરનામે રૂબરૂ તારીખ 07-02-2025 સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે 10.30 થી 06.10) રજુ કરવાના રહેશે.
RMC એપ્રેન્ટીસ ભરતી 2025
ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતો નિયત સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોએ j અરજી કરવાની રહેશે. અગાઉ કોઇપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.
પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેંડ પેટે ચુકવવામાં આવશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |