જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જીલ્લામાં વિવિધ ખાલી જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્યસાથીની ઓફીશીયલ વેબસાઈટ પર જઈને તારીખ 23/12/2024 (12:00 કલાકથી) તારીખ 02/01/2025 (રાત્રીના 11:59) સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024
ક્રમ | જગ્યાનું નામ | લાયકાત | ફિક્સ માસિક પગાર |
1 | પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન) (જીલ્લા કક્ષાએ) જગ્યા – 1 | – એમ.એસ.સી-ફૂડ & ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન Nutrition / Dietetics. – કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન, તથા રાજ્ય / જીલ્લા / NGO કક્ષાએ ન્યુટ્રીશન સંબધિત પ્રોગ્રામનો અનુભવણે અગ્રતા. ઉંમર : મહત્તમ 35 વર્ષ. | રૂ. 16,000/- પ્રતિ માસ |
2 | સ્ટાફ નર્સ – NRC, CMTC (તાલુકા કક્ષાએ / સિવિલ હોસ્પિટલ) જગ્યા – 12 | – સ્નાતક / ડીપ્લોમાં ઈન નર્સિંગ (GNM) – 2 વર્ષનો હોસ્પિટલ ક્ષેત્રનો અનુભવ. – કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી. ઉંમર : મહત્તમ 40 વર્ષ | રૂ. 20,000/- પ્રતિ માસ |
3 | એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર (પ્રા.આ.કે. કક્ષાએ) જગ્યા – 2 | – ગ્રેજ્યુએટ (કોમર્સ) – ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન, ટેલી એકાઉન્ટીગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી / અંગ્રેજી) તથા ઓછામાં ઓછુ 1 વર્ષનું એકાઉન્ટીગ કામનો અનુભવ. | રૂ. 20,000/- પ્રતિ માસ |
ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ પણ માધ્યમથી મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
ઉક્ત જગ્યા માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઈ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઈ-મેલ આઈ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાના રહેશે.
ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 02-01-2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
નિમણૂકણે લગતા જેવા કે જગ્યાઓમાં વધારો કે ઘટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તેને લગતી તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નર્મદા અબાધિત રહેશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |