Join WhatsApp

Join Now

GSRTC હેલ્પર ભરતી 2024 : 1658 જગ્યાઓ માટે ભરતી

By MYOJASUPDATE

Published On:

Follow Us

GSRTC હેલ્પર ભરતી 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 1658 હેલ્પરની જગ્યાઓ માટે સીધી ભરતી (ફિક્સ પગાર) કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 06-12-2024 થી 05-01-2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC હેલ્પર ભરતી 2024

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબ સાઈટ પર જઈને સત્તાવાર નોટીફીકેશન ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગત વિસ્તાર પૂર્વક વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવી.

GSRTC હેલ્પર ભરતી 2024
GSRTC હેલ્પર ભરતી 2024

પોસ્ટ નામ : હેલ્પર

કુલ જગ્યા : 1658

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો : તારીખ 06-12-2024 થી તારીખ 05-01-2025

સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો : તારીખ 06-12-2024 થી તારીખ 07-01-2025

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઈલ્સ બોડી રીપેર અથવા વેલ્ડર-ફેબ્રીકેશન અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેઈન્ટ રીપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત

સરકારી / અર્ધ સરકારી / જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ) અથવા કોઇપણ લીમીટેડ / પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી. (નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) / જી.સી.વી.ટી. (ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)નું પ્રમાણપત્ર અને માર્કશીટ.

ફિક્સ પગાર

પાંચ વર્ષ માટે રૂ. 21,100/-

વય મર્યાદા

18 થી 35 વર્ષ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી ફી

બિન અનામત વર્ગરૂ. 300/- + GST
અનામત વર્ગરૂ. 200/- + GST

નોંધ: સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

GSRTC હેલ્પર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
– “ઓનલાઈન એપ્લીકેશન” મેનુની અંદર “એપ્લાય” પર જાઓ.
– જાહેરાત પસંદ કરો. (GSRTC)
– Apply પર ક્લિક કરો.
– માંગેલ તમામ માહિતી ભરો.
– ફોટો અને સહી અપલોડ કરો.
– કન્ફર્મ એપ્લીકેશન કરો.
– અરજી ફી ચલણ ભરો.
– ચલણ અને અરજીની પ્રિન્ટ કરીને સાચવો.

GSRTC હેલ્પર ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરુ તારીખ : 06-12-2024
અરજી છેલ્લી તારીખ : 05-01-2025

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment