JOIN US ON TELEGRAM JOIN NOW

Manav Garima Yojana: માનવ ગરિમા યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

Manav Garima Yojana 2023, માનવ ગરિમા યોજના 2023: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે.

સદરહું યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પર તારીખ 15-05-2023 થી તારીખ 1406-2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Manav Garima Yojana 2023

નાણાંકીય વર્ષ 2021-22 અને વર્ષ 2022-23ની જે અરજીઓ જીલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓ અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ 2023-24માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.

માનવ ગરિમા યોજના 2023

માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે. હાર્ડકોપી કચેરીમાં આપવાની નથી. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જયારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલ નહી હોય અથવા અધૂરા દસ્તાવેજોવાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજુર) ગણાશે.

માનવ ગરિમા યોજના / માનવ ગરીમા યોજનાનો હેતુ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના માટે પાત્રતા

  • અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ. 6,00,000/- થી વધુ હોવી જોઈએ નહી.
  • વિચરતી વિમુક્તિ જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહી.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહી.
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.

માનવ ગરીમા યોજના 2023 અન્ય સુચના

ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટ્સ જાણવા વેબસાઈટ જોતા રહેવું.

અરજી મંજુર કરવાની સત્તા જીલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઈ હક્કદાવો કરી શકાશે નહી. જીલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરીર લાભાર્થીઓ પસંદ કરવામાં આવશે. કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને જ સાધનો (ટુલ કીટ્સ) આપવામાં આવશે.

માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જીલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસિત જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

Manav Garima Yojanaમાં સહાય મેળવવા બાબાતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

માનવ ગરિમા યોજના યાદી

કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. કડીયાકામ, સેન્‍ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહી વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ, મોબાઇલ રીપેરીંગ, હેર કટીંગ (વાળંદ કામ).

Manav Garima Yojana ડોક્યુમેન્ટ લિસ્ટ

આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ), અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો, તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાંહેધરી પત્રક, અરજદારના ફોટો

નોંધ: Manav Garima Yojanaની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત સત્તાવાર વેબસાઈટ પર જઈને જુઓ.

માનવ ગરિમા યોજના 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
માનવ ગરીમા યોજના 2023 અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment