PM યશસ્વી યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે.

PM યશસ્વી યોજના 2023

પોસ્ટ ટાઈટલPM યશસ્વી યોજના
પોસ્ટ નામPM યશસ્વી સ્કોલરશીપ યોજના
પોસ્ટ પ્રકારયોજના
હેઠળભારત સરકાર
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા

PM યશસ્વી યોજના પૂરું નામ

  • PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.

PM યશસ્વી યોજના 2022નો ઉદ્દેશ્ય

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2023 – 24 ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે, આ યોજના થકી વિદ્યાર્થીઓને 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 ની પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવનાર છે.

PM યશસ્વી યોજનાથી લાભ

પીએમ યશસ્વી યોજનાનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓને મળશે, આ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે. અને પરીક્ષા આધારિત ધોરણ 9 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 75,000 તથા ધોરણ 11 વિદ્યાર્થીઓને રૂપિયા 1,25,000 શિષ્યવૃત્તિ મળશે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ નીવડે છે કે જે પોતાનો અભ્યાસ આર્થિક પરિસ્થિતિના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે પોતાનો અભ્યાસ મૂકી દે છે, આ યોજના થકી તેવા વિદ્યાર્થીઓને આ સહાય એક આશીર્વાદ રૂપ સમાન છે.

PM યશસ્વી સ્કોલરશીપ યોજના માટે પાત્રતા

  • અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
  • અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
  • વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • 2022-23માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
  • ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2007 થી 31-03-2011 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2005 થી 31-03-2009 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે.

PM YASASVI યોજના આવક મર્યાદા

  • આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.

કેટલી સહાય મળવાપાત્ર

  • ધોરણ 9ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.

PM યશસ્વી યોજના 2022 પરીક્ષા તારીખ

  • PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર)ના રોજ લેવાશે.

PM યશસ્વી યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

  • ફોટો
  • સહી
  • અભ્યાસનું સર્ટીફીકેટ
  • આધારકાર્ડ
  • બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઈ-મેઈલ એડ્રેસ

PM યશસ્વી અરજી કઈ રીતે કરશો?

  • NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
  • PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
  • માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
  • ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો

નોંધ: ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈને તમામ માહિતી વાંચી લ્યો અને પછી જ અરજી કરો.

PM યશસ્વી પરીક્ષા પદ્ધતિ

  • MCQ પ્રકારના પ્રશ્ન.
  • સાચા જવાબના માર્ક્સ મળે છે.
  • નેગેટીવ માર્ક્સ નહી ગણાઈ
  • પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે
વિભાગવિષયપ્રશ્નસાચા પ્રશ્નના માર્ક્સકુલ માર્ક્સ
Aગણિત (Mathematics)304120
Bવિજ્ઞાન (Science)20480
Cસામાજિક વિજ્ઞાન (Social Science)254100
Dજનરલ નોલેજ (General Awareness/Knowledge)254100
કુલ1004

PM યશસ્વી યોજના ઉપયોગી તારીખો

ફોર્મ ભરવાના શરુ તારીખ11-07-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10-08-2023
PM યશસ્વી યોજના પરીક્ષા તારીખ29 સપ્ટેમ્બર 2023
પરીક્ષાનો સમયગાળો2.5 કલાક (150 મિનિટ)
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો


Leave a Comment

x