JOIN US ON TELEGRAM JOIN NOW

PM SVAnidhi Yojana: કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

 PM SVAnidhi Yojana: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ, યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે.

PM SVAnidhi Yojana

અહી આપને જણાવી દઈએ કે પીએમ સ્વનીધી યોજનાની તારીખ ડીસેમ્બર 2024 સુધી લંબાવામાં આવી છે, આ યોજનાનો લાભ સ્ટ્રીટ વેન્ડર્સને મળશે. આ યોજના થકી નવી રોજગારી ઉભી થઇ શકે તે હેતુથી કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓને મદદ કરવા અને તેમને ફરીથી તેમનું કામ શરૂ કરવા માટે ‘પીએમ સ્વાનિધિ યોજના’ (PM SVAnidhi Yojana) શરૂ કરી છે. આ યોજના માટે સરકાર રસ્તાની બાજુની દુકાનના માલિકો અને નાના વેપારીઓને 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડે છે.

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અથવા તો પીએમ સ્વનીધી યોજના તરીકે ઓળખવામાં આવે છે, પીએમ સ્વનીધી યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને રોજગાર માટે કોઈ પણ પ્રકારની સિક્યુરીટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ આપવામાં આવે છે, જેમાં અલગ અલગ સ્લેબ આપવામાં આવ્યા છે.

પીએમ સ્વાનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ

📷યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://t.co/DDMFzl4cpR વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે#PMSvanidhiYojana #Gujarat pic.twitter.com/DLkTtvYv2x

— MYOJASUPDATE (@myojasupdate12) August 6, 2023

પ્રથમ રૂપિયા 10,000 સુધીનું ધિરાણ, પ્રથમ લોન પૂરી કર્યાબાદ રૂપિયા 20,000 ની લોન અને રૂપિયા 50,000 ની ત્રીજી લોન, તેમજ વાર્ષિક 7%ની વ્યાજ સહાય સીધી તેમના બેંક ખાતામાં તેમજ ડીજીટલ ટ્રાજેક્શન પર મહીને રૂપિયા 100 અને વાર્ષિક રૂપિયા 1200 સુધીનું કેશબેક.

પીએમ સ્વનિધિ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો?
આ યોજનાનો લાભ મેળવવા ઉમેદવાર મહાનગરપાલિકા / નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરવી.

ઓનલાઈન અરજી અહીંથી કરો

Leave a Comment