Join WhatsApp

Join Now

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 : 42 જગ્યાઓ માટે ભરતી

By MYOJASUPDATE

Published On:

Follow Us

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 : Rajkot Municipal Corporation (Rajkot Mahanagarpalika)ની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદા-જુદા સંવર્ગોની જગ્યા ભરવા માટે કેટેગરી વાઈઝ વિવિધ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉમેદવારોએ તારીખ 18-01-2025 થી તારીખ 01-02-2025 (23.59 કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 01-02-2025 (23.59 કલાક) સુધીની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025

પોસ્ટ ટાઈટલરાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા42
સંસ્થાRMC
છેલ્લી તારીખ01-02-2025

Rajkot Municipal Corporation Bharti 2025

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
જગ્યાનું નામજગ્યા
ડીવીઝનલ ઓફિસર04
સ્ટેશન ઓફિસર03
સબ ઓફિસર (ફાયર)35
કુલ જગ્યા42

ડીવીઝનલ ઓફિસર

  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડીવીઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એકટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં સ્ટેશન ઓફિસરનો 05 વર્ષનો અનુભવ અથવા સબ ઓફિસર (ફાયર)નો 07 વર્ષનો અનુભવ.
  • શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થવું જરૂરી.
  • પગાર : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરીયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 44,900-1,42,400 (પે મેટ્રિક્સ લેવલ 8), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 4600) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

સ્ટેશન ઓફિસર

  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એકટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં સબ ઓફિસર્સ (ફાયર)નો 05 વર્ષનો અનુભવ અથવા લીડીંગ ફાયરમેનનો 07 વર્ષનો અનુભવ.
  • પગાર : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 51,000/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરીયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ 7), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 4400) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

સબ ઓફિસર (ફાયર)

  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એકટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં લીડીંગ ફાયરમેનનો 05 વર્ષનો અનુભવ.
  • શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થવું જરૂરી.
  • પગાર : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 49,600/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરીયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. 35,400-1,12,400 (પે મેટ્રિક્સ લેવલ 6), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે 4200) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ. આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહી.

નોંધ : શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે સંપૂર્ણ વાંચી લેવી વિસ્તાર

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરુ તારીખ : 18-01-2025
અરજી છેલ્લી તારીખ : 01-02-2025

સત્તાવાર જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

x