JOIN US ON TELEGRAM JOIN NOW

Solar Rooftop Yojana: સોલાર રૂફટોપ યોજના 2024

Solar Rooftop Yojana 2024: હાલના સમયમાં ગુજરાત અને દેશમાં સોલાર પ્રોજેક્ટથી વિજળી ઉત્પન્ન કરવાનું પ્રમાણ વધ્યું છે જેના ભાગ રૂપે સોલાર રૂફટોપ યોજના 2024 શરૂ છે. મેળવો વિજળી બીલમાંથી છૂટકારો, હવે નહી ભરવું પડે તમારે લાઈટબીલ.

Solar Rooftop Yojana 2024

યોજનાનું ટાઈટલSolar Rooftop Yojana 2024
યોજનાનું નામગુજરાત સોલાર રૂફટોપ યોજના 2024
મળવાપાત્ર સબસીડી20% થી 40%

સોલાર રૂફટોપ યોજના 2024

સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત ઉત્પન્ન થયેલી વિજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ જે ઇલેક્ટ્રિસિટી વધે છે તેને વેચી પણ શકાય છે અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને ચુકવવામાં આવે છે.

સોલાર રૂફ ટોપ યોજના શુ છે?

દેશમાં સૌર યોજના ના પ્રોત્સાહન માટે સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.ભારતમાં સૌર ઊર્જાનો જથ્થો અખૂટ છે તેથી આ ઉર્જાનો ઉપયોગ કરીને દેશમાં પ્રદુષણ નું સ્તર અને કોલસા થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપયોગ ઓછો થાય અને લોકોને આર્થિક રીતે લાભ થાય એ માટે સોલાર રૂફ ટોપ યોજના (Solar Roof Top Yojana) ખુબજ મહત્વની છે.

સોલાર રૂફ ટોપ યોજનાનો ઉદ્દેશ

  • રાજ્યમાં સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપવું.
  • હવામાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
  • પેટ્રોલ,ડીઝલ અને કોલસા જેવા પુન:પ્રાપ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવી.
  • સ્થાનિક ઉત્પાદકો ને પ્રોત્સાહન આપી આત્મ નિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવું.

સોલાર રૂફ ટોપ યોજનાના લાભ

  • સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
  • ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
  • સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
  • સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.

Solar Rooftop Yojana સબસીડી

ક્રમસોલારરૂફટોપ સિસ્ટમ સ્થાપનની કુલ ક્ષમતારાજ્ય સરકારની સબસિડી કે કેન્દ્ર સરકાર તરફથી CFA
13 કી.વો. સુધી40%
23 કી.વો. થી વધુ અને 10 કી.વો. સુધીપ્રથમ 3 કિલો વોટ 40% અને 3 કી.વો. પછીની બાકીની ક્ષમતા માટે 20%
310 કી.વો. થી વધુપ્રથમ 3 કિલો વોટ 40% અને 3 કી.વો. પછીના 7 કિલો વોટ ક્ષમતા માટે 20%
10 કિલો વોટ પછીની ક્ષમતા પર સબસિડી મળશે નહી

નોંધ: સોલાર રૂફટોપ યોજનાની માહિતી માટે નીચે આપેલ પરિપત્ર વાંચો જેમાં સંપૂર્ણ માહિતી આપેલ છે. ઉપર આપેલ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે.

Solar Rooftop Yojanaઅહીં ક્લિક કરો
સોલાર પેનલ ઇન્સ્ટોલર લિસ્ટઅહીં ક્લિક કરો

Leave a Comment