Join WhatsApp

Join Now

Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના ગુજરાત | મફત પ્લોટ યોજના ફોર્મ

By MYOJASUPDATE

Updated On:

Follow Us

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

મફત પ્લોટ યોજના ગુજરાત

પોસ્ટ ટાઈટલમફત પ્લોટ યોજના ગુજરાત
પોસ્ટ નામમફત પ્લોટ યોજના ફોર્મ
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
સત્તાવાર વેબ સાઈટpanchayat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

નોંધ : આ માહિતી અમને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા મળેલ છે. વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવી શકો છો.

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ફોર્મ

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

1લી મે 2017ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવના

સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની વિગતોને આધારે રાજ્યમાં મકાન વિહોણા કુટુંબોને મકાન સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની જુદી જુદી હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે પ્લોટ વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના મફત પ્લોટ ફાળવણી જુદી જુદી જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ મફત આપવાની આ યોજનામાં નીચે મુજબના સુધારા સુધારાઓ/ફેરફાર કરવાનું કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે.

01/05/2017નો સંપૂર્ણ ઠરાવ નીચે બોક્સમાં લીંક આપેલ છે તે ડાઉનલોડ કરીને વાંચો.

30 જુલાઈ 2022ના રોજ થયેલ પરિપત્રનો વિષય અને સંદર્ભ

વિષય : ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ નિયત કરવા બાબત.

સંદર્ભ : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : અવસ/૧૦૨૦૧૬/૧૨૬૬(૭૭૦૯૧૮)લ તા.૦૧/૦૫/૨૦૧૭

30/07/2022નો સંપૂર્ણ પરિપત્ર નીચે બોક્સમાં લીંક આપેલ છે તે ડાઉનલોડ કરીને વાંચો.

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

01/05/2017નો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મઅહીં ક્લિક કરો

Leave a Comment

x