Join WhatsApp

Join Now

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઈન અરજી કરો

By MYOJASUPDATE

Updated On:

Follow Us

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂપિયા 120000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પર તારીખ 01-04-2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana 2023

પોસ્ટ નામManav Kalyan Yojana 2023
યોજના નામમાનવ કલ્યાણ યોજના 2023
વિભાગકમિશ્નર, કુટીર અને ગ્રામઉદ્યોગ
સ્થળગુજરાત રાજ્ય
સહાયસાધન/ઓજાર રૂપે સહાય
લાભગુજરાતના લોકો
સત્તાવાર વેબસાઈટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2023 વિશે

Manav Kalyan Yojana 2023
Manav Kalyan Yojana 2023

ગુજરાત માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત દરજીકામ, ભરતકામ, કુંભારીકામ જેવા 27 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર / ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને (Gujarat Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000 સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન / ઓજાર સહાય તારીખ 11-09-2018ના ઠરાવોને સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના ગુજરાત માટે પાત્રતા

ઉંમર : 16 વર્ષ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જીલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી. અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય માટે રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.

27 પ્રકારની ટુલકીટ્સ સહાય મળવાપાત્ર છે

વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ કુલ 27 પ્રકારની ટૂલકીટ સહાય મળવાપાત્ર છે જેમાં કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચી કામ, ભારત કામ, દરજી કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઈલેક્ટ્રીક એપ્લાયંસીસ, ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહીં વેંચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ, ગરમ ઠંડાપીણા અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોરમીલ, મસાલા મીલ, રૂની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો), મોબાઈલ રીપેરીંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ), હેર કટિંગ (વાળંદ કામ).

જરૂરી ડોક્યુમેન્ટની યાદી

માનવ કલ્યાણ યોજનાના લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી આ મુજબ છે. આધારકાર્ડ, રેશનકાર્ડ, રહેઠાણનો પુરાવો, અરજદારનો જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસના પુરાવા, વ્યાવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા, બાંહેધરીપત્રક (નોટરાઈઝ સોગંદનામું), એકરારનામું, વગેરે.

Manav Kalyan Yojana 2023 અરજી કરવાની રીત

Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના ફોર્મ (ઓફલાઈન)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના ફોર્મ (ઓનલાઈન)અહીં ક્લિક કરો
અરજદારનું એકરારનામું ફોર્મઅહીં ક્લિક કરો
ટુલકીટ્સ મુજબ સહાયઅહીં ક્લિક કરો

Leave a Comment