7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન : ગુજરાત સરકારના રેવેન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઈન બનાવવામાં આવ્યા છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે.
7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકે છે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyROR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
AnyRoR પોર્ટલ ગુજરાત- હાઇલાઇટ્સ
પોસ્ટ ટાઈટલ | 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન |
પોસ્ટ નામ | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘર બેઠા ઓનલાઈન કાઢી શકાશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRor | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
7/12ની નકલ online
નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.
ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
- ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-RoR પોર્ટલ ચાલુ કરો
- સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ.
- ત્યાં આપેલ વિકલ્પમાંથી VIEW LAND RECORD – RURAL વિકલ્પ પર ક્લિક કરો
- ક્લિક કર્યા પછી નીચે Select Any One (કોઈ પણ પસંદ કરો) એવું લખેલું આવશે.
- તે ઓપ્શન પર ક્લિક કરવાથી વિવિધ વિગતો ખુલશે.
- આપેલ વિગતોમાંથી જે પણ મહેસુલ નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
કોઇપણ વ્યક્તિ ડીજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડીજીટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.
આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવાના સ્ટેપ
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર નાખો.
- વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો કેપ્ચા વાંચો શકાય તેમ n હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ જનરેટ થશે.
- કેપ્ચા કોર્ડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઈલ નંબર પર આવેલ વેરિફિકેશન કોડ TEXTBOOKમાં દાખલ કરીને Login પર ક્લિક કરો. લોગીન પર ક્લિક કર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ગામના નમૂના મેળવવા માટેનું ફોર્મ ખુલશે.
- ગામ નમૂના નંબર મેળવવા માટે તમારો જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form” પર ક્લિક કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબરની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર – ૮ મુજબ “Add Village Form” પર ક્લિક કરો યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર ક્લિક કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદજો કોઈ સુધારા હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર ક્લિક કરી જરૂરી રકમની ચુકવણી ઓનલાઈન કરો.
- નોંધ : A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતા પહેલા ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગે પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટ ચૂકવ્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ : A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા n હોય તો “Generate RoR” પર ક્લિક ક્લિક કરી ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામના નમુના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકે છે.
- આવી રીતે 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન
Digital Gam Namuna Numbarમાં ડીજીટલ સાઈન્ડ હોય છે અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે. ડીજીટલ ગામ નમુના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરું શકશે. 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન
તમારી જમીનના જુના રેકોર્ડ જોવો ઓનલાઈન
AnyRoR Gujarat Website | અહિયાં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહિયાં ક્લિક કરો |
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ | અહિયાં ક્લિક કરો |