ગુજરાત પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. શારીરિક કસોટી બાબત મહત્વનું અપડેટ ઓફિશ્યલ વેબસાઈટ પર જોવા મળી રહ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી- 2025 ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત પોલીસ ભરતી 2024
સંસ્થા | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ |
પોસ્ટના નામો | સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહી |
કુલ ખાલી જગ્યાઓ | 12,472 |
જોબ કેટેગરી | સરકારી નોકરી |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી તારીખો | 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર, 2024 સુધી |
પસંદગી પ્રક્રિયા | PET, PMT, લેખિત કસોટી, તબીબી પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી |
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ, સમયમર્યાદા ચૂકી ગયેલા ઉમેદવારો માટે ફરી એકવાર ઓનલાઇન અરજી પ્રક્રિયાને શરૂ કરવામાં આવી હતી. જેની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર, 2024ના રોજ છેલ્લો દિવસ હતો.
તમને અહી એ પણ જણાવી દઈએ કે, મૂળ અરજીનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ, 2024 સુધીનો હતો. જે ઉમેદવારો આ સમયગાળો ચૂકી ગયા હતા તેમની પાસે 9 સપ્ટેમ્બર, 2024 સુધી અરજી કરવાની તક હતી.
પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અંદાજીત અરજી આવી હતી.
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |