ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારે ખરીફ સીઝન 2025-26 માટે MSP પર ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદીની જાહેરાત કરી છે. ખેડૂતો માટે MSP ભાવ, બોનસ, નોંધણી તારીખો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
ખેડૂતો માટે ખુશખબર – ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી 2025-26
રાજ્ય સરકાર હંમેશાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 દરમ્યાન ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (MSP) વિવિધ પાકોની સીધી ખરીદી કરવામાં આવશે.
આ યોજનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને પાકનું મૂલ્ય ઘટે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા પાકની ખરીદી કરવામાં આવશે.
ખરીદી હેઠળના પાકો
- ડાંગર (Common & Grade-A)
- મકાઈ
- બાજરી
- જુવાર (Hybrid & Maldandi)
- રાગી
પાક મુજબ MSP (લઘુતમ ટેકાના ભાવ)
પાક | MSP (₹ પ્રતિ ક્વિન્ટલ) | બોનસ (₹ પ્રતિ ક્વિ.) | કુલ ભાવ (₹) |
---|---|---|---|
ડાંગર – કોમન | ₹ 2369 | – | ₹ 2369 |
ડાંગર – ગ્રેડ A | ₹ 2389 | – | ₹ 2389 |
મકાઈ | ₹ 2400 | – | ₹ 2400 |
બાજરી | ₹ 2775 | + ₹300 | ₹ 3075 |
જુવાર – હાઈબ્રિડ | ₹ 3699 | + ₹300 | ₹ 3999 |
જુવાર – માલદંડી | ₹ 3749 | + ₹300 | ₹ 4049 |
રાગી | ₹ 4886 | – | ₹ 4886 |
ખાસ કરીને બાજરી, જુવાર અને રાગી માટે રાજ્ય સરકાર દ્વારા MSP ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ ચૂકવાશે.
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન નોંધણી સમયગાળો : 1 ઓક્ટોબર 2025 થી 31 ઓક્ટોબર 2025
- ખરીદી સમયગાળો : 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડની નકલ
- ગામ નમૂના 7, 12, 8-A ની નકલ
- જો ગામ નમૂના 12 માં પાકની નોંધ ન હોય તો તલાટી સહી-સીલવાળો દાખલો
- બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
નોંધણી પ્રક્રિયા
- ખેડૂતોએ ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાવવી રહેશે.
- નોંધણી VCE (ગ્રામ્ય કક્ષા) અથવા નિગમના તાલુકા કક્ષાના ગોડાઉન ખાતે કરી શકાશે.
- બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન દ્વારા જ નોંધણી થશે.
- તમામ દસ્તાવેજો સ્પષ્ટ રીતે અપલોડ કરવાના રહેશે.
- ખોટા દસ્તાવેજ અપલોડ કરવાથી નોંધણી રદ થઈ શકે છે.
ખરીદીની જાણ ખેડૂતને SMS દ્વારા કરવામાં આવશે. ખરીદી વખતે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે.
હેલ્પલાઇન નંબર
- 85111 71718
- 85111 71719
ખેડૂતો માટે મહત્વની સૂચના
રાજ્ય સરકારનો હેતુ એ છે કે ખેડૂતને પાકનું યોગ્ય મૂલ્ય મળે અને કોઈએ પાક વેંચતી વખતે નુકસાન ન થાય. તેથી, બધા ખેડૂતોને ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
FAQs – ખેડૂતો માટે ખુશખબર
Q1. આ વર્ષે કયા પાકોની MSP પર ખરીદી થશે?
Ans. ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગી MSP પર ખરીદાશે.
Q2. MSP સાથે બોનસ કયા પાકમાં મળશે?
Ans. બાજરી, જુવાર અને રાગી માટે MSP ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ મળશે.
Q3. નોંધણી ક્યારે સુધી કરી શકાશે?
Ans. 1 ઓક્ટોબર 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી નોંધણી કરવી પડશે.
Q4. ખરીદી ક્યારે શરૂ થશે?
Ans. MSP પર પાકોની ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી થશે.
Q5. નોંધણી માટે કયા દસ્તાવેજ જરૂરી છે?
Ans. આધાર કાર્ડ, ગામ નમૂના 7/12/8-A, બેંક પાસબુક/કેન્સલ ચેક તથા જો જરૂરી હોય તો તલાટીનો દાખલો.
નિષ્કર્ષ
ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય ભાવ મળે એ માટે ગુજરાત સરકાર દ્વારા MSP પર પાક ખરીદી મોટી રાહતરૂપ છે. ખાસ કરીને બોનસ સાથે ખેડૂતોને વધુ ફાયદો થશે. નોંધણી સમયસર કરાવવી જરૂરી છે જેથી લાભ મેળવી શકાય.