અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી 2025 – Senior Assistant Auditor અને Assistant Auditor માટે જગ્યાઓ ખાલી. ઓનલાઈન અરજી 15 ઓક્ટોબર 2025 સુધી કરો. લાયકાત, પગાર, ફી અને અન્ય માહિતી અહીં વાંચો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
જાહેરાત ક્રમાંક | 06 & 07 / 2025-26 |
જગ્યાનું નામ | Senior Assistant Auditor, Assistant Auditor |
જગ્યાઓની સંખ્યા | કુલ 08 (Senior – 02, Assistant – 06) |
ઉંમર મર્યાદા | 18 થી 43 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ) |
અરજી કરવાની રીત | ફક્ત ઓનલાઈન અરજી – ahmedabadcity.gov.in |
છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 સુધી) |
જગ્યાઓની વિગત
આ ભરતીમાં કુલ 02 જગ્યાઓ સીનિયર અસિસ્ટન્ટ ઓડિટર માટે રાખવામાં આવી છે, જે બિનઅનામત કેટેગરીમાં છે. જ્યારે 06 જગ્યાઓ અસિસ્ટન્ટ ઓડિટર માટે છે, જેમાંથી 05 બિનઅનામત અને 01 અનામત છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે બી.કોમ. (B.Com)ની સેકન્ડ ક્લાસ સાથે એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિષય હોવો જોઈએ. સાથે જ ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 10 વર્ષનો એકાઉન્ટ્સ અથવા ઓડિટ કાર્યનો અનુભવ જરૂરી છે.
પગાર ધોરણ
સીનિયર આસિસ્ટન્ટ ઓડિટર માટે લેવલ–8 હેઠળ રૂ. 44,900 થી 1,42,400 સુધીનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે આસિસ્ટન્ટ ઓડિટર માટે પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ પગાર રૂ. 49,600 આપવામાં આવશે અને ત્યારબાદ લેવલ–7 હેઠળ રૂ. 39,900 થી 1,26,600 સુધીનો પગાર મળશે.
ઉંમર મર્યાદા
અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 43 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગ, મહિલા તથા દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500 નક્કી કરવામાં આવી છે. આ.ન.વ., સા.શૈ.પ. વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારો માટે રૂ. 250 છે. દિવ્યાંગ જન ઉમેદવારોને અરજી ફીમાંથી સંપૂર્ણ મુકિત આપવામાં આવશે.
અરજી કરવાની તારીખ
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 રાત્રે 11:59 સુધી છે.
અરજી કરવાની રીત
ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. www.ahmedabadcity.gov.in વેબસાઇટ પર જઈ “Recruitment & Results” વિભાગમાં અરજી કરી શકાશે. અરજી સબમિટ કર્યા બાદ ઉમેદવારે ફી ઓનલાઈન ચુકવવી પડશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા, ઓનલાઈન પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અંતિમ નિર્ણય AMC દ્વારા લેવામાં આવશે. ખોટી માહિતી આપનાર ઉમેદવારની અરજી રદ્દ કરવામાં આવશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025
પ્રશ્ન 1. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 કઈ જગ્યાઓ માટે છે?
જવાબ. આ ભરતી સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર (02 જગ્યા) અને આસિસ્ટન્ટ ઓડિટર (06 જગ્યા) માટે છે.
પ્રશ્ન 2. અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 છે.
પ્રશ્ન 3. શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ. ઉમેદવાર પાસે બી.કોમ. (અકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિષય સાથે) તથા ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પ્રશ્ન 4. અરજી કઈ રીતે કરવી?
જવાબ. ઉમેદવારે ઓનલાઈન અરજી ahmedabadcity.gov.in પર જ કરવી રહેશે.