પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025: પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ (Western Railway Vadodara Division) દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર (CMP) ની નિમણૂક માટે ઓફિશિયલ સૂચના જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત ઓર્થોપેડિક સર્જન અને GDMO (જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર) ની જગ્યાઓ માટે 15 ઓક્ટોબર 2025ના રોજ ઇન્ટરવ્યૂ યોજાશે.
પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025
મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉ જાહેર કરાયેલી ભરતી રદ કરવામાં આવી છે, અને હવે નવી તારીખ 15 ઓક્ટોબર 2025 (ગુરુવાર)ના રોજ ઇન્ટરવ્યુ યોજાશે. પશ્ચિમ રેલવે વડોદરા વિભાગે 25 સપ્ટેમ્બર 2025ની તારીખે CMP માટેની ભરતી જાહેર કરી હતી, પરંતુ હવે તે ભરતી રદ કરી નવી તારીખ મુજબ ફરીથી ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે.
ખાલી જગ્યાની માહિતી
પોસ્ટનું નામ | કેટેગરી | જગ્યાઓ | માસિક વેતન |
---|---|---|---|
ઓર્થોપેડિક સર્જન (રેલવે હોસ્પિટલ, પ્રતાપનગર) | UR | 01 | ₹1,23,500 (1લો વર્ષ) / ₹1,30,000 (2જો વર્ષ) |
GDMO (રેલવે હોસ્પિટલ, પ્રતાપનગર) | UR | 01 | ₹95,000 |
GDMO (હેલ્થ યુનિટ, વડોદરા-P) | EWS | 01 | ₹95,000 |
લાયકાત અને ઉંમર મર્યાદા
- લાયકાત માટે જાહેરાત જુઓ.
- સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- મહત્તમ ઉંમર: 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
નોકરીની શરતો
- ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ આધારિત (Contract Basis) છે.
- સેવા સમયગાળો એક વર્ષ અથવા સ્થાયી નિમણૂક થાય ત્યાં સુધી માન્ય રહેશે.
ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ
તારીખ | દિવસ | સ્થળ | સમય |
---|---|---|---|
15-10-2025 | ગુરુવાર | કોન્ફરન્સ હોલ, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, પ્રતાપનગર – વડોદરા | સવારે 9:30 વાગ્યે |
કેવી રીતે હાજર થવું
ઉમેદવારોએ ઇન્ટરવ્યુના દિવસે સ્વયં હાજર થવાનું રહેશે,
સાથે નીચેના દસ્તાવેજો લાવવા ફરજિયાત છે:
- મૂળ પ્રમાણપત્રો તથા એક સેટ સ્વપ્રમાણિત નકલો
- ઉંમર અને ઓળખનો પુરાવો (Aadhaar/PAN)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |