ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અર્ધઅનાથ બાળકોના હિત માટે શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના 2025 એક માનવતાપૂર્ણ અને સહાયકારક યોજના છે. આ યોજનાનો હેતુ એ છે કે, એવા બાળકો જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલો હોય, તેવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા અથવા સબંધીઓને આર્થિક સહાય મળી રહે.
પાલક માતા-પિતા યોજના 2025
| મુદ્દો | વિગતો |
|---|---|
| યોજનાનું નામ | પાલક માતા-પિતા યોજના |
| લાભાર્થી | 0 થી 18 વર્ષની ઉમરના અનાથ/નિરાધાર બાળકો |
| કોણને સહાય મળે | બાળકની સાચવણી કરતા નજીકના સગા (પાલક માતા-પિતા) |
| સહાયનો પ્રકાર | DBT દ્વારા માસિક રૂ. 3,000/- |
| રાજ્ય | ગુજરાત |
| હેતુ | અનાથ બાળકોની શિક્ષણ, સંભાળ અને જીવનસારની સહાય |
આ યોજનાના અંતર્ગત સરકાર દર મહિને ₹3,000/-ની સહાય પાલકના બેંક ખાતામાં સીધી DBT (Direct Benefit Transfer) મારફતે જમા કરે છે. આ સહાય બાળકના શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા ખર્ચ માટે ઉપયોગી બને છે. પાલક માતા-પિતા યોજના 2025 અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ₹2,00,000/-ની લાખ સહાય, જે દીકરીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધારરૂપ બને છે.
રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે
પાત્રતાના માપદંડ
ગુજરાત રાજ્યમાં વસતા 0 થી 18 વર્ષની ઉમરના અનાથ બાળકો. જેના માતા-પિતા બન્નેનું અવસાન થયું હોય અથવા પિતાનું અવસાન થયેલું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યું હોય. બાળકની સંભાળ રાખતા નજીકના સગાને આ યોજના હેઠળ લાભ મળે.
Documents Required (રજુ કરવાના ડોક્યુમેન્ટ)
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર
- માતા-પિતાના મૃત્યુના દાખલા (પ્રમાણિત નકલ)
- જો માત્ર પિતાનું અવસાન અને માતાનો પુનઃલગ્ન હોય તો નીચેમાંથી કોઈ એક :
- માતાનું પુનઃલગ્ન સોગંદનામું
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
- તલાટી કમે મંત્રીએ આપેલો દાખલો
- પુનઃલગ્નનો પુરાવો
- આવકનો દાખલો
- ગ્રામ્ય: આવક ₹27,000 થી વધુ હોવી જોઈએ
- શહેરી: આવક ₹36,000 થી વધુ હોવી જોઈએ
- બાળક અને પાલક માતા-પિતાનું સંયુક્ત બેંક ખાતું (પ્રમાણિત નકલ)
- બાળકનું આધાર કાર્ડ
- પાલક માતા-પિતાનો રેશન કાર્ડ (પ્રમાણિત નકલ)
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરે છે તેનું શાળાનું પ્રમાણપત્ર
- પાલક માતા/પિતાનો આધાર કાર્ડ
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી
e-SamajKalyan Portal પર જાઓ. Palak Mata Pita Yojana 2025 પસંદ કરીને વિગતો ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
નિષ્કર્ષ
પાલક માતા-પિતા યોજના 2025 ગુજરાતનું એક ઉત્તમ કલ્યાણકારી કાર્યક્રમ છે, જે અનાથ અને નિરાધાર બાળકોને સુરક્ષિત અને સ્નેહભર્યું જીવન આપવા માટે મદદરૂપ બને છે. આ યોજના દ્વારા પાલક માતા-પિતાને આર્થિક સહાય મળે છે જેથી બાળકની સંભાળ, શિક્ષણ અને દૈનિક જરૂરિયાતો સરળતાથી પુરી થાય.
FAQs – પાલક માતા-પિતા યોજના 2025
પ્રશ્ન 1 : પાલક માતા-પિતા યોજના 2025 શું છે?
જવાબ. આ યોજના 0 થી 18 વર્ષની ઉમરના એવા બાળકો માટે છે, જેઓ અનાથ હોય અથવા પિતા ના અવસાન બાદ માતાએ પુનઃલગ્ન કર્યું હોય. આવા બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને સરકાર દ્વારા માસિક સહાય આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : પાલક માતા-પિતા યોજના 2025 હેઠળ કોણ પાત્ર ગણાય?
જવાબ. ગુજરાત રાજ્યના 0–18 વર્ષના અનાથ બાળકો. માતા-પિતાનું અવસાન થયેલું હોય. અથવા પિતાના અવસાન બાદ માતાએ પુનઃલગ્ન કરેલું હોય. બાળકોની સંભાળ રાખતા નજીકના સગા (પાલક માતા-પિતા).
પ્રશ્ન 3 : આ યોજના હેઠળ માસિક સહાય કેટલી મળે છે?
જવાબ. આ યોજના હેઠળ પાલક માતા-પિતાને રૂ. 3,000/- પ્રતિ મહિનો DBT દ્વારા આપવામાં આવે છે.
પ્રશ્ન 4 : આ સહાય કોને મળે છે?
જવાબ. બાળકની સંભાળ રાખતા નજીકના સગા (પાલક માતા-પિતા) ને.
પ્રશ્ન 5 : અરજી કરવા માટે કોઈ ફી છે?
જવાબ. ના, આ યોજના માટે કોઈપણ ફી નથી. અરજી મફતમાં થાય છે.
પ્રશ્ન 6 : આવકની મર્યાદા કેટલી છે?
જવાબ. ગ્રામ્ય વિસ્તાર: ₹27,000 કરતાં વધુ, શહેરી વિસ્તાર: ₹36,000 કરતાં વધુ આવક હોવી જરૂરી.
પ્રશ્ન 7 : સહાય કેવી રીતે મળે છે?
જવાબ. યોગ્યતા ચકાસણી બાદ સહાયની રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા પાલક માતા-પિતાના ખાતામાં જમા થાય છે.