Gujarat Police Bharti 2025-26: રાજ્ય સરકારે 14,507 પોલીસ જગ્યાઓની બમ્પર ભરતી કરવાની જાહેરાત કરી. સાથે જ 4,473 યુવાનોને નિમણૂક પત્રો અપાયા.
Gujarat Police Bharti News
ગુજરાતના યુવાનો માટે ૨૨ તારીખ ૨૦૨૫ના રોજ રોજગાર ક્ષેત્રમાં એક સાથે બે મોટા સંદેશા સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા, ત્યારે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં 14,507 નવી જગ્યાઓ પર બમ્પર ભરતી કરવાની મોટી જાહેરાત કરી છે. આ ડબલ ખુશખબરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્ય પોલીસમાં 14,507 જેટલી નોકરીઓ, PSI-LRD સહિતની કેડર માટે ભરતી
નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તરફ સરકાર દ્રઢ પ્રતિબદ્ધ છે. આ પ્રક્રિયાનો ભાગ રૂપે ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 14,507 જગ્યાઓ માટે નવી ભરતી યોજાશે. ભરતીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), લોકરક્ષક દળ (LRD) સહિતની મુખ્ય કેડરની જગ્યા શામેલ રહેશે. ઉમેદવારોને તૈયારી હમણાથી જ શરૂ કરવાની જરૂરી સલાહ આપવામાં આવી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અગાઉની 12 હજારથી વધુ પોલીસ ભરતીની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની છે અને તે ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક પત્ર આપશે.
એક તરફ નવી જાહેરાત, બીજી તરફ 4,473 યુવાનોના સપના સાકાર
આજે યોજાયેલા સમારોહમાં GSSSB દ્વારા લેવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા 4,473 ઉમેદવારોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપાયા. પસંદગી પ્રદાન મેરિટના આધારે કરવામાં આવી છે કે જેથી યોગ્ય ઉમેદવારોને યોગ્ય તક મળે. આ પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યુવાનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
પારદર્શક ભરતી પ્રક્રિયા સરકારની પ્રાથમિકતા
સરકારે કાર્યક્રમ દરમ્યાન સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ભરતી પ્રક્રિયા : પારદર્શક રહે, ઝડપી રીતે પૂર્ણ થાય, કોઈ વિવાદ વગર મેરિટ આધારિત થાય, તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. આવનારી પોલીસ ભરતી પણ આ જ ગુણવત્તા સાથે યોજાશે તે સરકારએ ખાતરી આપી.
ભરતીને લગતી તમામ અપડેટ માટે https://gprb.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લેતા રહો
FAQs – New Gujarat Police Bharti News
પ્રશ્ન 1. કેટલી જગ્યાઓ માટે પોલીસ ભરતી જાહેર કરવામાં આવશે?
જવાબ. આગામી સમયમાં કુલ 14,507 જગ્યાઓ માટે પોલીસ ભરતી જાહેર કરવામાં આવશે
પ્રશ્ન 2. Gujarat Police Bhartiની પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
જવાબ. હર્ષ સંઘવીના નિવેદન મુજબ ભરતી ટૂંક સમયમાં શરૂ થશે. સત્તાવાર નોટિફિકેશન જારી થશે ત્યાર બાદ તારીખ નક્કી થશે.
પ્રશ્ન 3. Gujarat Police Bharti ઓનલાઇન અરજી ક્યાંથી કરી શકાશે?
જવાબ. ભરતી માટેની ઓનલાઇન અરજી OJAS પોર્ટલ (ojas.gujarat.gov.in) પર ઉપલબ્ધ થશે.
પ્રશ્ન 4. શું અગાઉની પોલીસ ભરતી પૂર્ણ થઈ ગઈ છે?
હા. અગાઉની 12,000+ જગ્યા માટેની પ્રક્રિયા પૂર્ણતાની નજીક છે અને પસંદ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક પત્ર અપાશે.