GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025: 29 જગ્યાઓ માટે ભરતી

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025 જાહેર. કુલ 29 જગ્યાઓ માટે અરજી 25 નવેમ્બરથી શરૂ. લાયકાત, વય મર્યાદા, પગાર, પરીક્ષા પદ્ધતિ અને ઓનલાઈન ફોર્મ લિંક અહીં વાંચો. Apply Now!

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025

વિગતોમાહિતી
ભરતી બોર્ડGSSSB – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામRoyalty Inspector (Class-3)
કુલ જગ્યા29
અરજી છેલ્લી તારીખ09 ડિસેમ્બર 2025
પસંદગી પ્રક્રિયાMCQ OMR/CBRT પરીક્ષા
પગાર₹ 49,600/-
અધિકૃત વેબસાઇટojas.gujarat.gov.in / gsssb.gujarat.gov.in

રોયલ્ટી ઇન્સપેક્ટર લાયકાત શું છે?

શૈક્ષણિક લાયકાત

Geology / Applied Geology માં Post Graduate (55% Marks) અથવા Mining Engineering માં Bachelor Degree (55% Marks). Computer Knowledge (Government approved). ગુજરાતી/હિન્દી/બંને ભાષા જ્ઞાન.

વય મર્યાદા

તારીખ 09-12-2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહિ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

રોયલ્ટી ઇન્સપેક્ટર પગાર કેટલો હોય છે?

પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા 49,600/-ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમાં પગારપંચના રૂપિયા 39,900/- અને રૂપિયા 1,26,600/- (લેવલ-7)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

રોયલ્ટી ઇન્સપેક્ટર પરીક્ષા ફી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ પ્રાથમિક પરીક્ષા માટે બિનઅનામત વર્ગ રૂ. 500/- અને અનામત વર્ગ (તમામ કેટેગરી મહિલા ઉમેદવાર, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) રૂ. 400 પરીક્ષા ફી ચુક્વાવાવનું રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

રોયલ્ટી ઇન્સપેક્ટર પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT / OMR (Computer Based Response Test / Optical Mark Recognisation) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં લેવામાં આવશે.

ભાગવિષયગુણ
Part-Aતાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન30
ગાણિતિક કસોટીઓ30
Part-Bભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્રીહેન્શન30
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025 ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in પર જવું. Apply → GSSSB → Royalty Inspector પસંદ કરવું. OTR & Form ભરવું. Photo / Signature Upload. Online Fee Pay કરવી (12/12/2025 પહેલા). Print અરજી સાચવી રાખવી.

અરજી માટેની તારીખો

તારીખ 25-11-2025 (સાંજના 18:00 કલાકથી) તારીખ 09-12-2025 (સમય રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફી છેલ્લી તારીખ 12-12-2025 (23:59 કલાક) સુધીમાં ફરજીયાત ઓનલાઈન ભરવાની રહેશે.

સત્તાવાર જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

FAQs – GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025

GSSSB Royalty Inspector ભરતી 2025 માં કુલ કેટલી જગ્યાઓ છે?

કુલ 29 જગ્યાઓ

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025 માટે કઈ લાયકાત જોઈએ?

Geology / Applied Geology માં PG (55%) અથવા Mining Engineering માં Bachelor (55%).

Age Limit કેટલી છે?

સામાન્ય માટે: 18 થી 37 વર્ષ

અરજી ક્યારે કરી શકાય?

25 નવેમ્બર 2025 થી 09 ડિસેમ્બર 2025 સુધી OJAS પર

Leave a Comment