Meesho IPO 3 ડિસેમ્બરે લોંચ કરશે, ₹5,421 કરોડનું ઈશ્યૂ, 10% માત્ર Retail Quota. IPO apply કરવાનું છે કે રાહ જોઈએ? સંપૂર્ણ Guide વાંચો.
ભારતની લોકપ્રિય ઇ-કોમર્સ કંપની Meesho તેનું IPO લોન્ચ કરવા જઈ રહી છે. હવે સામાન્ય રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકશે.
Meesho IPO Highlights
| મુદ્દો | વિગતો |
|---|---|
| IPO ઓપનિંગ તારીખ | 3 ડિસેમ્બર 2025 |
| ક્લોઝિંગ તારીખ | 5 ડિસેમ્બર 2025 |
| પ્રાઇસ બેન્ડ | ₹105 થી ₹111 પ્રતિ શેર |
| લોટ સાઇઝ | 135 શેર (અંદાજે ₹14,985 જેટલું રોકાણ) |
| કુલ ઇશ્યૂ સાઇઝ | આશરે ₹5,421.20 કરોડ |
| તાજી ઇશ્યુ (Fresh Issue) | ₹4,250 કરોડ જેટલો ફંડ ઉપાડવામાં આવશે |
| OFS (Offer for Sale) | લગભગ ₹1,171.20 કરોડના શેર વેચાશે |
| લિસ્ટિંગ | BSE / NSE, 10 ડિસેમ્બર 2025 આસપાસ |
| રિટેલ ઇન્વેસ્ટર્સ કોટા | આશરે 10% |
Meesho કંપની વિશે
Meesho એક સોશિયલ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે જે ઘર બેઠા રીસેલર્સ અને નાના સેલર્સને મોટું માર્કેટ આપે છે. 2015માં સ્થાપિત Meesho Limited એક બહુ-પક્ષીય ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે ભારતમાં ઇ-કોમર્સને આગળ ધપાવે છે. તે ચાર મુખ્ય હિતધારકો – ગ્રાહકો, વેચાણકર્તાઓ, લૉજિસ્ટિક્સ ભાગીદારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ -ને જોડે છે.
કંપની Meesho બ્રાન્ડ નામ હેઠળ પોતાની ઇ-કોમર્સ માર્કેટપ્લેસ ચલાવે છે, જ્યાં ગ્રાહકોને સસ્તા દરે વિવિધ પ્રોડક્ટ્સ મળે છે અને વેચાણકર્તાઓને તેમના વ્યવસાયને વધારવા માટે ઓછી કિંમતનું પ્લેટફોર્મ મળે છે.
Meesho બે મુખ્ય વ્યવસાય વિભાગો દ્વારા કાર્ય કરે છે : માર્કેટપ્લેસ – એક ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ, જે ગ્રાહકો, વેચાણકર્તાઓ, લોજિસ્ટિક્સ ભાગીદારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે લેવડદેવડ સુગમ બનાવે છે. આ સેગમેન્ટમાંથી આવક મુખ્યત્વે વેચાણકર્તાઓને આપવામાં આવતી સેવાઓ – જેમ કે ઓર્ડર ફુલફિલમેન્ટ, જાહેરાત અને સેલર ઇન્સાઇટ્સ – પરથી મળે છે. નવા ઉપક્રમો – દૈનિક આવશ્યક વસ્તુઓ માટે ઓછા ખર્ચવાળું સ્થાનિક લોજિસ્ટિક્સ નેટવર્ક, ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ પ્લેટફોર્મ.
કંપનીનો હેતુ – કંપની પૈસા ક્યાં વાપરશે?
ટેકનોલોજી, AI/ML અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું ઇન્વેસ્ટમેન્ટ. માર્કેટિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગ. બિઝનેસ વિસ્તરણ અને નવા અક્ઝુઇઝિશન.
Meesho IPO સ્ટ્રોંગ પોઇન્ટ્સ (સકારાત્મક બાબતો)
SoftBank, Peak XV, Prosus જેવા મોટા ઇન્વેસ્ટર્સનો સપોર્ટ. ફાસ્ટ ગ્રોથ — ખાસ કરીને Tier-2/3 શહેરોમાં. લોકપ્રિય & એફોર્ડેબલ પ્રોડક્ટ્સ.
જોખમો અને ધ્યાનમાં લેવાના મુદ્દા
રિટેલ કોટા ઓછું → એલોટમેન્ટ મુશ્કેલ થઈ શકે. ઇ-કોમર્સમાં ભારે કોંપિટિશન. નફાકારિતામાં સુધારો લાંબાગાળામાં દેખાવાનો
શું તમે રોકાણ કરવું જોઈએ?
ટૂંકાગાળાના (Listing Gain) – માંગ સારી હોય તો લિસ્ટિંગ ગેઇન મળી શકે. લાંબા ગાળાના – ગ્રોથ પોટેન્શિયલ છે — પરંતુ પ્રોફિટેબિલિટી મોનિટર કરો
Meesho IPO IPO Date
| IPO ખુલવાની તારીખ | 3 ડિસેમ્બર 2025, બુધવાર |
| IPO બંધની તારીખ | 5 ડિસેમ્બર 2025, શુક્રવાર |
| બેઝીક એલોટમેન્ટ | 8 ડિસેમ્બર 2025, સોમવાર |
| રીફંડની શરૂઆત | 9 ડિસેમ્બર 2025, મંગળવાર |
| ડીમેટમાં શેર ક્રેડીટ | 9 ડિસેમ્બર 2025, મંગળવાર |
| લિસ્ટિંગ તારીખ | 10 ડિસેમ્બર 2025, મંગળવાર |
Meesho IPO GMP
ગ્રે માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટ્રોગેન ડોટ કોમ મુજબ ગ્રે માર્કેટમાં GMP 34 રૂપિયાના પ્રિમીયમ સાથે ટ્રેડ થઇ રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 31.%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 141 સુધી ખુલ્લી શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ગ્રે માર્કેટ માત્ર અટકળો પર આધારિત હોય છે, તેના આધારે કંપનીના ફંડામેન્ટલ સ્થિતોનો અંદાજ આવી શકતો નથી.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી myojasupdate.net કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Meesho IPO Lot Size
| એપ્લીકેશન | લોટ્સ | શેર | રૂપિયા |
| રિટેલ (ઓછામાં ઓછા) | 1 | 135 | 14,985 |
| રિટેલ (વધુમાં વધુ) | 13 | 1755 | 1,94,805 |
| એસ-એચએનઆઈ (ઓછામાં ઓછા) | 14 | 1890 | 2,09,790 |
| એસ-એચએનઆઈ (વધુમાં વધુ) | 66 | 8910 | 9,89,010 |
| બી-એચએનઆઈ (ઓછામાં ઓછા) | 67 | 9045 | 10,03,995 |
નિષ્કર્ષ
Meesho IPO ભારતીય ઇ-કોમર્સ ક્ષેત્રમાં એક મોટું ઘટના છે. કંપની ટેકનોલોજી, લોજીસ્ટિક્સ અને માર્કેટ એક્સપેન્શનમાં મોટું ઇન્વેસ્ટ કરી રહી છે. જો તમે ગ્રોથ માર્કેટમાં વિશ્વાસ રાખો છો અને જોખમ સમજતા હોય — તો Meesho IPO એક સારી તક બની શકે છે.
FAQs – Meesho IPO 2025
પ્રશ્ન 1. Meesho IPO ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે?
જવાબ. IPO 3 ડિસેમ્બરથી ખુલશે અને 5 ડિસેમ્બર 2025એ બંધ થશે.
Meesho IPO નો Price Band કેટલો છે?
₹105 થી ₹111 પ્રતિ શેર.
Minimum કેટલું રોકાણ કરવું પડશે?
1 lot = 135 shares → અંદાજે ₹14,985 જેટલું.
Meesho IPO shares ક્યાં લિસ્ટ થશે?
BSE અને NSE ઉપર.
Listing Date કઈ છે?
10 ડિસેમ્બર 2025 અંદાજિત.
Retail investors માટે કેટલો ભાગ છે?
આશરે 10% retail quota — allotment tough હોઈ શકે.
GMP (Grey Market Premium) શું છે?
GMP બદલાતું રહી શકે — IPO તારીખ નજીક અપડેટ જોવા.