IFFCO કલોલ એપ્રેન્ટિસ ભરતી : 07 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરો

IFFCO કલોલ એપ્રેન્ટિસ ભરતી : કલોલ યુનિટમાં ITI, Diploma અને B.Sc. માટે એપ્રેન્ટિસ ભરતી. વય મર્યાદા, લાયકાત અને દસ્તાવેજો તપાસો. 7 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરો.

IFFCO કલોલ એપ્રેન્ટિસ ભરતી

IFFCO કલોલ એપ્રેન્ટિસ ભરતી: ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ (IFFCO) દ્વારા વર્ષ 2026-27 માટે એક વર્ષના એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી Apprentices Act, 1961 મુજબ કરવામાં આવશે અને પાત્ર ઉમેદવારોથી માત્ર ઓનલાઇન અરજી માગવામાં આવી છે.

ભરતી કોને માટે?

IFFCO કલોલ યુનિટએ ITI, ડિપ્લોમા અને B.Sc. (Chemistry) ધારક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

  • ITI ટ્રેડ્સ: COPA, IMCP, Instrument Mechanic, Fitter, MMV, Welder, Electrician સહિત કુલ 12 જેટલા ટ્રેડ્સ
  • Diploma ટ્રેડ્સ: Mechanical, Chemical, Electrical, Civil, Instrument & Control
  • B.Sc. ટ્રેડ્સ: AOCP અને LACP

ઉમેદવારોને ન્યુનત્તમ 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા કેટેગરી પ્રમાણે – General 27, OBC 30 અને SC/ST 32 વર્ષ નક્કી કરાઈ છે. ઉપરાંત, 2021 થી આગળના વર્ષોમાં પાસ થયેલા ઉમેદવારો જ પાત્ર ગણાશે.

પસંદગી પ્રક્રિયા

IFFCOની પસંદગી પ્રક્રિયામાં ત્રણ કડીઓ હશે : કમ્પ્યુટર આધારિત પરીક્ષા, શોર્ટલિસ્ટેડ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ, મેડિકલ ફિટનેસ ટેસ્ટ. ટ્રેનિંગ દરમિયાન સ્ટાઇપેન્ડ Apprentices (Amendment) Rules મુજબ આપવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજો

અરજી કરતા પહેલા ઉમેદવારે નીચેના તમામ પ્રમાણપત્રો ઑનલાઇન અપલોડ કરવાના ફરજિયાત છે : 10/12 પાસ માર્કશીટ, ITI/ડિપ્લોમા/B.Sc. પ્રમાણપત્ર અને તમામ સેમેસ્ટરની માર્કશીટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ / PAN કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ (જોકે લાગુ પડે ત્યારે). અપૂર્ણ અથવા ખોટી માહિતી ધરાવતી અરજીઓ રદ કરવામાં આવશે.

મહત્વની બાબત

IFFCOએ સ્પષ્ટ કર્યું છે કે એપ્રેન્ટિસશિપ પૂર્ણ થયા બાદ કોઈ પ્રકારની નોકરીની ગેરંટી નથી અને તાલીમ પૂર્ણ થતા ઉમેદવારો આપમેળે રિલીવ્ડ ગણાશે. ઉપરાંત, જે ઉમેદવારો પહેલા આ જ ટ્રેડમાં એપ્રેન્ટિસ કરી ચૂક્યા છે તેઓ પાત્ર નહીં ગણાય.

અરજીની છેલ્લી તારીખ

07 ડિસેમ્બર 2025 સુધી ઉમેદવારોએ ઑનલાઇન અરજી પૂર્ણ કરવી આવશ્યક છે.

IFFCOનો સંદેશ

IFFCO કલોલ યુનિટે જણાવ્યું છે કે સંસ્થાને કોઈપણ સમયે ભરતી પ્રક્રિયા રદ અથવા બદલવાનો અધિકાર છે. તેથી ઉમેદવારોએ નિયમ મુજબ સમયસર અને સંપૂર્ણ વિગતો સાથે અરજી કરવી જરૂરી છે.

અરજી કેવી રીતે કરવી?

પાત્ર ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. -> https://appskalol.iffco.coop/Apprentice2025 અરજી કરવા માટે Apply બટન પર ક્લિક કરો અથવા સૂચિત ઓનલાઈન લિંક દ્વારા અરજી કરી શકાય છે.

નિષ્કર્ષ

IFFCO કલોલ એપ્રેન્ટિસ ભરતી: ટેક્નિકલ ક્ષેત્રના યુવાનો માટે IFFCO જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રાયોગિક તાલીમ મેળવવાની આ સોનેરી તક છે. પાત્ર ઉમેદવારોએ વિલંબ કર્યા વગર ઓનલાઈન અરજી કરવી જોઈએ.

Leave a Comment