પરીક્ષા પે ચર્ચા 2026 : 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં યોજાશે

પરીક્ષા પે ચર્ચા 2026 જાન્યુઆરીમાં યોજાશે. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઑનલાઇન MCQ સ્પર્ધા 1 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધી. પસંદ થયેલા પ્રશ્નો સીધા PM મોદીને પૂછવાની તક અને NCERT પ્રમાણપત્ર મેળવો. #PPC2026 સાથે જોડાઓ!

પરીક્ષા પે ચર્ચા 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાતો લોકપ્રિય અને ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2026 (PPC)ની 9મી આવૃત્તિ જાન્યુઆરી 2026માં ભવ્ય રીતે યોજાનાર છે. પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે, દબાણ ઘટે અને આત્મવિશ્વાસ ઊંચો રહે તે હેતુથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે.

નોંધણી અને સ્પર્ધા વિગતો

ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ માટે MCQ આધારિત ઑનલાઇન સ્પર્ધા તા. ૧ ડિસેમ્બર 2025 થી ૧૧ જાન્યુઆરી 2026 દરમ્યાન https://innovateindia1.mygov.in વેબસાઇટ પર યોજાશે.

સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારોને પોતાનાં પ્રશ્નો સીધા વડાપ્રધાનશ્રી સુધી પહોંચાડવાની તક પણ મળશે. NCERT દ્વારા પસંદગી કરાયેલા કેટલાક પ્રશ્નોનો સમાવેશ PPC-2026 કાર્યક્રમમાં કરવામાં આવશે. તમામ સહભાગીઓને NCERT પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

ક્રિએટિવિટીનું પણ સ્વાગત

કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓને પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર, #PPC2026 હેશટેગ સાથે
પોસ્ટર્સ, ક્રિએટિવ વિડિયો વગેરે પોસ્ટ કરવા જણાવાયું છે. પસંદગી પામેલા વિડિયો અને પોસ્ટર્સને MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવાની તક મળશે.

તમામ શાળાઓને સૂચના

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ માટે મહત્તમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાં. જરૂરી માહિતી અને સહકાર પૂરું પાડવો. દિલ્હીથી લઈ ગામડાં સુધી દરેક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મંચ પર પોતાની ઉપસ્થિતિ દર્શાવવાની તક મળી રહે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નિષ્કર્ષ

પરીક્ષા પે ચર્ચા 2026’ વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનું તણાવ ઘટાડીને આત્મવિશ્વાસ વધારવા માટે એક ઉત્તમ તક છે. આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિભા અને વિચાર રજૂ કરવાની તક મળે છે. તેથી, ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો અને વાલીઓએ PPC-2026 સાથે જોડાઈને આ અનન્ય અનુભવનું ભાગીદાર બનવું જોઈએ.

Leave a Comment