GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025 માટે 138 ખાલી જગ્યાઓ. BPT લાયકાત ફરજિયાત. પગાર ₹49,600 થી લેવલ-7. ઓનલાઈન અરજી 09 થી 23 ડિસેમ્બર 2025.
GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ – કમિશનર હેલ્થ (ગ્રામ્ય) પેરામેડિકલ કેડર |
| પોસ્ટનું નામ | ફિઝિઓથેરાપિસ્ટ, વર્ગ-3 |
| કુલ ખાલી જગ્યા | 138 જગ્યા |
| અરજી કરવાની રીત | માત્ર ઓનલાઈન (OJAS) |
| ઓનલાઈન અરજી તારીખો | 09-12-2025 (14:00) થી 23-12-2025 (23:59) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 26-12-2025 (23:59) |
| સત્તાવાર વેબસાઈટ | ojas.gujarat.gov.in / gsssb.gujarat.gov.in |
ફિઝિયોથેરાપીસ્ટ શૈક્ષણિક લાયકાત
બેચલર ઓફ ફિઝિઓથેરાપી (BPT) ડિગ્રી ફરજિયાત. કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન. Indian Association of Physiotherapistમાં રજીસ્ટ્રેશન ફરજિયાત (પછી Gujarat State Councilમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે).
ફિઝિયોથેરાપીસ્ટ વય મર્યાદા
ન્યૂનતમ: 18 વર્ષ, મહત્તમ: 35 વર્ષ. વય છૂટછાટ: (વિગતો → SC/ST/SEBC/EWS/મહિલા/PwD/Ex-Servicemen માટે લાગુ).
ફિઝિયોથેરાપીસ્ટ પગાર
પ્રથમ 3 વર્ષ – ₹49,600/- ફિક્સ પગાર. બાદમાં સાતમાં પગાર પંચના રૂ. 39,900/- થી રૂ. 1,26,600/- (Level-7 Pay Matrix) મુજબ નિયમિત પગાર. સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સારી તક છે.
પરીક્ષા ફી
| ઉમેદવારો | ફી |
|---|---|
| સામાન્ય પુરુષ | ₹500 |
| અનુસૂચિત જાતિ / અનુસૂચિત જાતિ જનજાતિ / SEBC / EWS / મહિલા / PH / માજી સૈનિક | ₹400 |
નોંધ : પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત મળશે
ફિઝિયોથેરાપીસ્ટ પરીક્ષા પદ્ધતિ
MCQ આધારિત CBRT / OMR (Computer Based Response Test / Optical Mark Recognition) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કુલ: 210 પ્રશ્ન – 180 મિનિટ – 1/4 Negative Marking
Part-A (60 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| તાર્કિક કસોટીઓ તથા ડેટા ઈન્ટરપ્રિટેશન | 30 |
| ગાણિતિક કસોટીઓ | 30 |
Part-B (150 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્શન | 30 |
| સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
ફિઝિયોથેરાપીસ્ટ અરજી કરવાની રીત
OJAS સાઇટ ખોલો → Online Application. GSSSB → Advt. No. 328/2025-26 પસંદ કરો → Apply. વિગત ભરવા → Save → Application No. મેળવો . ફોટો/સહી અપલોડ કરો (JPG ≤15 KB). Application Confirm કરો → પછી ફેરફાર નહિ થઈ શકે . ફી ઓનલાઈન ભરો → રસીદ સાચવો. ફોર્મનો પ્રિન્ટ લઈ રાખો
ફિઝિયોથેરાપીસ્ટ અરજી માટે જરૂરી તારીખો
લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 09-12-2025 (બપોરના 14:00 કલાક) થી તારીખ 23-12-2025 (સમય રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 26-12-2025 (23:59) સુધીમાં ઓનલાઈન ફરજીયાત ભરવાની રહેશે.
નિષ્કર્ષ
GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025 ઉમેદવાર હોય તો આ ગુજરાત રાજ્ય સરકારની સ્થિર નોકરી માટેનો ઉત્તમ મોકો છે – સારો પગાર, પ્રોમોશન અવકાશ, આરોગ્ય ક્ષેત્રમાં સેવા કરવાની તક!