Gujarat TET 1 Hall Ticket 2025: 21 ડિસેમ્બરના રોજ યોજાશે પરીક્ષા

Gujarat TET 1 Hall Ticket 2025 OJAS પરથી 10 ડિસેમ્બર (બપોરના 02:00 કલાક)થી ડાઉનલોડ કરો. પરીક્ષા 21 ડિસેમ્બર 2025ના રોજ. પરીક્ષા સમય, સૂચના અને મહત્વની માહિતી અહીં મેળવો.

Gujarat TET 1 Hall Ticket 2025

મુદ્દોવિગત
પરીક્ષાનું નામTET-1 (પ્રાથમિક શિક્ષક પાત્રતા પરીક્ષા)
પરીક્ષા તારીખ21-12-2025
સમય12:00 થી 2:00
Hall Ticket ડાઉનલોડ10-12-2025 થી 21-12-2025
વેબસાઇટojas.gujarat.gov.in
સૂચના ઇશ્યુ કરનારરાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત
સૂચના તારીખ10-12-2025

Gujarat TET 1 Call Letter 2025

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – 1 (TET-1) માટે બેસનારા ઉમેદવારો માટે પ્રવેશપત્ર (Hall Ticket) ડાઉનલોડ કરવા અંગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. સૂચના પ્રમાણે 10 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યાથી ઉમેદવારો પોતાનું Hall Ticket ડાઉનલોડ કરી શકે છે.

21 ડિસેમ્બરે યોજાશે પરીક્ષા

TET-1 પરીક્ષા 21 ડિસેમ્બર 2025, રવિવારના રોજ યોજાશે. પરીક્ષા બપોરે 12:00 થી 2:00 સુધી રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવશે. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓ (ધોરણ 1 થી 5) માટે વિદ્યા સહાયક / શિક્ષક ભરતી માટે જરૂરી પાત્રતા નિર્ધારિત કરે છે.

OJAS પરથી Hall Ticket ડાઉનલોડ કરવું

બોર્ડના જણાવ્યા મુજબ, ઉમેદવારોને પ્રવેશપત્ર OJASની અધિકૃત સાઇટ પરથી જ ઉપલબ્ધ થશે ojas.gujarat.gov.in Hall Ticket 21 ડિસેમ્બર 2025ના બપોરે 12 વાગ્યા સુધી જ ડાઉનલોડ કરવા મળશે. પ્રવેશપત્ર વગર કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે – તેવી સ્પષ્ટ ચેતવણી પણ સૂચનામાં આપવામાં આવી છે.

Gujarat TET 1 Hall Ticket 2025 ડાઉનલોડ પ્રક્રિયા

  • OJAS વેબસાઇટ ખોલો
  • Call Letter સેક્શન પસંદ કરો
  • TET-1 2025 પસંદ કરી Confirmation No. / Birth Date દાખલ કરો
  • Print / Save કરી લો

ઉમેદવારોને સલાહ

બોર્ડે ઉમેદવારોને અગાઉ ડાઉનલોડ કરી પરીક્ષા કેન્દ્ર, સમય, અને બેઠકે નંબર જેવી વિગતો ચેક કરવાની સલાહ આપી છે. તે સાથે હૉલ ટિકેટમાં આપવામાં આવેલા નિયમો અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.

પરીક્ષા અંગે ઉત્સુકતા

રાજ્યભરમાં હજારો ઉમેદવારો પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા આતુર છે. TET-1 સફળતા તેમના માટે આગામી ભરતી પ્રક્રિયામાં પ્રવેશનું દ્વાર સાબિત થશે.

સત્તાવાર જાહેરાત વાંચો

નિષ્કર્ષ

TET-1 2025 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા Gujarat TET 1 Hall Ticket 2025 ડાઉનલોડ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉમેદવારોને સૂચના મુજબ 10 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025 સુધી OJAS વેબસાઇટ પરથી પોતાનું Hall Ticket ડાઉનલોડ કરી લેવું જરૂરી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે Hall Ticket ફરજિયાત હોવાથી, સમયસર તેની પ્રિન્ટ લઈને પરીક્ષા પૂર્વે તમામ વિગતો ચકાસી લેવાની સલાહ આપવામાં આવે છે.

FAQs – Gujarat TET 1 Hall Ticket 2025

પ્રશ્ન 1. TET-1 2025નું Hall Ticket ક્યારેથી મળશે?

જવાબ. 10 ડિસેમ્બર 2025ના બપોરે 2:00 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાય છે.

પ્રશ્ન 2. Hall Ticket કઈ વેબસાઇટ પરથી મળશે?

જવાબ. OJASની અધિકારિક વેબસાઇટ મારફતે: ojas.gujarat.gov.in

પ્રશ્ન 3. પરીક્ષાની તારીખ અને સમય શું છે?

પ્રશ્ન 4. Hall Ticket વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે?

જવાબ. નહીં. Hall Ticket લાવવો ફરજિયાત છે.

Leave a Comment