ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025: પગાર ₹50,000 સુધી

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025માં વોક-ઇન ઇન્ટરવ્યૂ ભરતી. વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી, પગાર ₹40,000 થી ₹50,000 સુધી. ઇન્ટરવ્યૂ તારીખ 22 અને 23 ડિસેમ્બર 2025.

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025

Walk-in Interview દ્વારા સીધી ભરતી. પગાર ₹50,000 સુધી. ઉત્તમ ડેરી, અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા તેના મુખ્ય પ્લાન્ટ તથા ચીલીંગ સેન્ટરો, બી.એમ.સી. યુનિટો ખાતે જરૂરી સીવીલ વર્ક મેઈન્ટેનન્સ કામ માટે સિવિલ એન્જીનીયર માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા છે. લાયક અને અનુભવી ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે.

શૈક્ષણિક લાયકાત

ઉત્તમ ડેરી ભરતી અંતર્ગત ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે. (જરૂરી લાયકાત જોઇશે)

અનુભવ

આ ભરતી માટે લાયકાત ધરાવતા તથા એક વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારો વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોને ₹40,000 થી ₹50,000 પ્રતિ મહિના સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. પગાર ઉમેદવારની લાયકાત અને અનુભવને આધારે નક્કી કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ સમયે જરૂરી દસ્તાવેજો

ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે નીચેના જરૂરી દસ્તાવેજો મૂળ અને નકલ સાથે રાખવાના રહેશે:

  • તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • અનુભવ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ

ઇન્ટરવ્યૂ તારીખ અને સમય

ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે નીચે દર્શાવેલ તારીખે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું:

  • તારીખ: 22-12-2025 અને 23-12-2025
  • સમય: બપોરે 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી

ઇન્ટરવ્યૂ સ્થળ

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી)
રામદેવપીર મંદિરની સામે,
એન.એમ. પડાલિયા ફાર્મસી કોલેજની બાજુમાં,
સરખેજ–બાવળા હાઈવે રોડ,
મુ. નવાપુરા, તા. સાણંદ,
જી. અમદાવાદ – 382210

જાહેરાતવાંચો
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ કરો

Leave a Comment