GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025: 209 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025 જાહેર. કુલ 209 જગ્યાઓ, પગાર ₹40,800, લાયકાત B.Pharm/D.Pharm. Online અરજી કરો ojas.gujarat.gov.in પર.

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) ભરતી 2025 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ 209 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ફાર્મસી ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક મહત્વની તક છે.

GSSSB Junior Pharmacist ભરતી 2025

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામજુનિયર ફાર્માસિસ્ટ
કુલ ખાલી જગ્યા209 જગ્યા
અરજી કરવાની રીતમાત્ર ઓનલાઈન (OJAS)
ઓનલાઈન અરજી તારીખો16 ડિસેમ્બર 2025 થી 30 ડિસેમ્બર 2025
સત્તાવાર વેબસાઈટojas.gujarat.gov.in / gsssb.gujarat.gov.in

Eligibility Criteria Junior Pharmacist

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે B.Pharm, Pharm.D અથવા D.Pharm સાથે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન તેમજ ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક છે. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

Salary

પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે રૂ. 40,800 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ લેવલ-5 (₹29,200 થી ₹92,300) ના પગાર ધોરણમાં સામેલ કરવામાં આવશે.

Application Fees

સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500 છે, જ્યારે અનામત કેટેગરી, તમામ મહિલાઓ, દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવારો માટે ફી રૂ. 400 રાખવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે.

Selection Process

ઉમેદવારોની પસંદગી CBRT/OMR આધારિત MCQ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે – Part A (60 ગુણ) અને Part B (150 ગુણ). કુલ પરીક્ષા સમય 3 કલાકનો રહેશે. ખોટા જવાબ માટે 1/4 નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે.

Apply Online

લાયક ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરીને કન્ફર્મ કર્યા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં ફી ભરવી ફરજિયાત છે.

સત્તાવાર જાહેરાતવાંચો
અરજી કરોઓનલાઈન
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ

FAQs – GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025

પ્રશ્ન 1. કુલ કેટલી જગ્યાઓ છે?

જવાબ. કુલ 209 જગ્યાઓ છે.

પ્રશ્ન 2. પરીક્ષા ફી પરત મળશે?

જવાબ. હા, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફી પરત મળશે.

પ્રશ્ન 3. પરીક્ષા ક્યારે યોજાશે?

જવાબ. પરીક્ષાની તારીખ બાદમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

Leave a Comment