માટલાનું પાણી પીવાના ફાયદા

માટલાનું પાણી પીવાના ફાયદા: ઉનાળામાં તડકા અને ગરમી ખુબ જ પડતા હોય છે જેના કારણે આપણને તરસ વધુ લાગે છે જેથી આપડે ફ્રિઝનું ઠંડુ પાણી પીવાનું સૌથી વધુ પસંદ કરીએ છીએ. ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી લોકોને ટાઢક થાય છે પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝનું પાણી આપણને નુકશાન થાય છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું જોઈએ ફ્રિઝનું નહિ પરંતુ માટલાનું.

માટલાનું પાણી પીવાના ફાયદા

માટીમાંથી બનેલા બેડા એટલે કે માટલા, ગામડાઓમાં જાવ એટલે પાણીયારા જોવા મળે અને પાણિયારે લાલ કલર અથવા કાળા કલરના માટલા વધુ જોવા મળે છે. હાલના સમયમાં તો કલરે કલરના ડીઝાઇનવાળા માટલાઓ જોવા મળે છે. માટલાનું પાણી પીવું એ ઉત્તમ છે જે અનેક બીમારીઓથી આપણને મદદરૂપ બને છે.

ગરમીની સીઝન આવતા જ માટલાનું મહત્વ વધવા લાગે છે. માટલાનું પાણી જેટલું ઠંડુ હોય એટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટલાના પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી, માટલાનું પાણી પીવાથી શરીરને સ્વસ્થ રાખે છે, માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી. ચાલો આપડે તમામ વિગતો વિસ્તાર પૂર્વક જોઈએ.

વજન ઓછુ કરવામાં ઉપયોગી

આપણા શરીરમાં મેટાબોલિઝમમાં પણ સુધારો થાય છે. તેનાથી વજન પણ ઓછુ થઇ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અનેક બીમારીઓ દુર રહે છે.

ગળાને તંદુરસ્ત રાખે છે.

નિષ્ણાંતોના મત અનુસાર માટલાનું પાણી આપણા ગળાને સ્વસ્થ રાખે છે. ખાંસી અસ્થમાના દર્દીઓએ માટલાનું પાણી અચૂક પીવું જોઈએ સાથે સાથે કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી.

શરીર માટે ફાયદારૂપ

માટલા બનાવવા માટે માટી વપરાય છે તેમાં ખનિજ અને એનર્જી રહેલા હોય છે જેથી તેમાં ભરેલું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. માટલાનું પાણી પીવાથી શરીરને સ્વસ્થ રાખે છે.

લૂ સામે રક્ષણ

માટીના વાસણોમાં રાખેલા પાણીમાં વિટામીન અને ખનિજ શરીરના ગ્લૂકોઝના સ્તરને કંટ્રોલ કરે છે. ગરમીમાં લૂ સામે માટલાનું પાણી રક્ષણ આપે છે અને તમારી તરસ પણ છીપાવે છે. માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી.

એસિડીટી અને પેટની સમસ્યા માટે ફાયદાકારક

માટલાનું પાણી પીવાથી એસિડીટી અને પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ મળે છે. આ તેનો ઉત્તમ ફાયદો છે. અનેક લોકોને ગેસની સમસ્યા હોય છે. જે તેનાથી દૂર થઇ શકે છે.

નોંધ: માટલાનું પાણી પીવાના ફાયદાની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી એક્સપર્ટની સલાહ અવસ્ય લ્યો. 

Leave a Comment

x