અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 – 650 જગ્યાઓ માટે અરજી શરૂ. લાયકાત ધોરણ-9 પાસ, ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ. ફોર્મ 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ. વિગતવાર માહિતી માટે અહીં વાંચો.
અમદાવાદ શહેર ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક (Traffic Brigade Volunteer) ની ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સહાય કરવા અને યુવાનોમાં સેવા ભાવ જાગૃત કરવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે.
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025
મુદ્દો | વિગતો |
---|---|
સંસ્થા | Ahmedabad Traffic Trust (A.T.T) |
પોસ્ટ ટાઈટલ | અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 |
ભરતીનું નામ | ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક (Traffic Brigade Volunteer) |
કુલ જગ્યાઓ | 650 (પુરુષ – 436, મહિલા – 214) |
ફોર્મ મેળવવાની તારીખ | 25 ઑગસ્ટ 2025 થી 18 સપ્ટેમ્બર 2025 |
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ | 20 સપ્ટેમ્બર 2025 |
અરજી પ્રક્રિયા | ઑફલાઇન (ફોર્મ ભરવાનું અને જમા કરવાનું) |
અધિકૃત વેબસાઈટ | cpahmedabad.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ.
નોંધ : અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉંમર
18 થી 40 વર્ષ
પગાર / માનદ વેતન
ટ્રાફિક બ્રિગેડ એ માનદસેવા છે. સરકારી / અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક / સેવિકા તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા 300/- માનદવેતન તરીકે આપવામાં આવશે.
શારીરિક લાયકાત
પુરુષ ઉમેદવાર :
- SC/ST/OBC → ઊંચાઈ 162 સે.મી., વજન 55 કિ.ગ્રા., 800 મીટર દોડ 4 મિનિટમાં
- General → ઊંચાઈ 165 સે.મી., વજન 55 કિ.ગ્રા., 800 મીટર દોડ 4 મિનિટમાં
મહિલા ઉમેદવાર :
- SC/ST/OBC → ઊંચાઈ 150 સે.મી., વજન 45 કિ.ગ્રા., 400 મીટર દોડ 3 મિનિટમાં
- General → ઊંચાઈ 155 સે.મી., વજન 45 કિ.ગ્રા., 400 મીટર દોડ 3 મિનિટમાં
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 અરજી પ્રક્રિયા
- ફોર્મ મેળવવાની તારીખ : 25 ઑગસ્ટ 2025 થી 18 સપ્ટેમ્બર 2025
- ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 20 સપ્ટેમ્બર 2025 સુધી
- ફોર્મ ક્યાં મળશે? :
- PRO Room, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહિબાગ, અમદાવાદ શહેર
- અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન જે જાહેરાતમાં આપેલ છે ત્યાં
- ઓનલાઈન cpahmedabad.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
- ફોર્મ ક્યાં જમા કરવાનું?
- PRO Room, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહિબાગ, અમદાવાદ શહેર
અન્ય શરતો
શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરીટ લીસ્ટ બનશે. (જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે.)
પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ. લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. (રેક્ટરશ્રીનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફી ની રસીદ આધાર તરીકે રજુ કરવાની રહશે.)
અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકશો.
જાહેરાત વાંવો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025
Q1: અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે?
Ans. આ ભરતી Ahmedabad Traffic Trust (A.T.T) દ્વારા કરવામાં આવી રહી છે.
Q2: કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?
Ans. કુલ 650 જગ્યાઓ (પુરુષ – 436, મહિલા – 214).
Q3: આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?
Ans. ઉમેદવાર પાસે ઓછામાં ઓછું ધોરણ-9 પાસ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
Q4: અરજી કઈ રીતે કરવી પડશે?
Ans. અરજી ઑફલાઇન ફોર્મ દ્વારા કરવી પડશે.
Q5: ફોર્મ મેળવવાની અને જમા કરવાની તારીખ શું છે?
Ans. ફોર્મ મેળવવાની તારીખ: 25 ઓગસ્ટ 2025 થી 18 સપ્ટેમ્બર 2025, ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ: 20 સપ્ટેમ્બર 2025