Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, જાણીલો તમામ માહિતી

Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, બાબા બર્ફાનીના કપાટ 3 જુલાઈએ ખુલશે, 9 ઓગષ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા.

Amarnath Yatra Date: અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગષ્ટ સુધી દર્શન કરી શકશે.

Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર

Amarnath Yatra 2025 Date
Amarnath Yatra 2025 Date
  • અમરનાથ યાત્રા તારીખ જાહેર
  • 3 જુલાઈએ ખુલશે, 9 ઓગષ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા
  • શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો. અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ 2025થી શરૂ થશે અને 39 દિવસ સુધી ચાલશે, એટલે કે રક્ષાબંધને સંપન્ન થશે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અમરનાથની પવિત્ર યાત્રા કરતા હોય છે. પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.

અમરનાથ યાત્રાને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલ પર્વતીય માર્ગો દ્વારા ગુફામાં પહોંચે છે. અમરનાથ ધામ ભગવાન શિવના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. અમરનાથમાં મહાદેવનું દુર્લભ અને કુદરતી શિવલિંગ જોવા મળે છે.

Leave a Comment