અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025: Ahmedabad Municipal Corporation દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025
જે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતીની તમામ માહિતી આ મુજબ છે.
| જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
| 11/2025-26 | સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ | 03 |
| 12/2025-26 | સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર | 05 |
| 13/2025-26 | સહાયક સેનેટરી ઇન્સ્પેકટર | 10 |
| 14/2025-26 | આસી. એસ્ટેટ ઓફિસર / આસી. ટી.ડી.ઓ. | 07 |
| 15/2025-26 | ઇન્સ્પેકટર | 23 |
| 16/2025-26 | સહાયક સબ ઇન્સ્પેકટર | 48 |
| કુલ જગ્યા | 96 |
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ
- કુલ જગ્યા : 03
- લાયકાત : ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો પંદર વર્ષનો અનુભવ અથવા પબ્લીક હેલ્થ સુપરવાઈઝર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, સાથો સાથ કોન્ઝરવન્સી વિભાગની વહીવટી વિભાગની કામગીરી જાણકારી ધરાવતો હોવો જોઈએ.
- પગાર ધોરણ : લેવલ 8 પે મેટ્રીક્સ રૂ. 44900/142400ની ગ્રેડમાં (જૂની ગ્રેડ રૂ. 9300/34800, ગ્રેડ પે – 4600, પી.બી.-2) બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 45 વર્ષ
સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર
- કુલ જગ્યા : 5
- લાયકાત : ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો દસ વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઇન્સ્પેકટર જગ્યાની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- પગાર ધોરણ : નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂ. 49600/-નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનનને ધ્યાને લઈ, લેવલ 7 પે મેટ્રીક્સ રૂ. 39900/126600ની ગ્રેડમાં (જૂની ગ્રેડ રૂ. 9300/34800, ગ્રેડ પે-4400,પી.બી.-2) બેઝિક+નિયત મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 43 વર્ષ
સહાયક સેનેટરી ઇન્સ્પેકટર
- કુલ જગ્યા : 10
- લાયકાત : ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેકટર ડીપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- પગાર ધોરણ : નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂ. 40800/- નું માસિક ફીક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ-5 પે મેટ્રીક્સ રૂ. 29200/92300 (જૂની ગ્રેડ રૂ. 5200/20200 ગ્રેડ પે 2800 પીબી-1) બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 38 વર્ષ
આસી. એસ્ટેટ ઓફિસર / આસી. ટી.ડી.ઓ.
- કુલ જગ્યા : 07
- લાયકાત : બી.ઈ. (સિવિલ) અથવા કોઈ પણ માન્ય સંસ્થાનો દસ વર્ષથી ઓછો નહી તેવો અનુભવ ધરાવનાર ડીપ્લોમા હોલ્ડર.
- પગાર ધોરણ : લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53100/167800ની ગ્રેડમાં (જૂની ગ્રેડ રૂ. 9300/34800, ગ્રેડ પે – 5400, પી.બી.-2) બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 45 વર્ષ
ઇન્સ્પેકટર
- કુલ જગ્યા : 23
- લાયકાત : બી.ઈ. (સિવિલ)
- પગાર ધોરણ : લેવલ 8 પે મેટ્રીક્સ રૂ. 44900/142400ની ગ્રેડમાં (જૂની ગ્રેડ રૂ. 9300/34800, ગ્રેડ પે – 4600, પી.બી.-2) બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 45 વર્ષ
સહાયક સબ ઇન્સ્પેકટર
- કુલ જગ્યા : 48
- લાયકાત : ડી.સી.ઈ. (ડીપ્લોમા ઈન સિવિલ એન્જીનીયરીંગ), બી.ઈ. (સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે.
- પગાર ધોરણ : નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂ. 49600/-નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ 7 પે મેટ્રીક્સ રૂ. 39900/126600 (જૂની ગ્રેડ રૂ. 9300/34800, ગ્રેડ પે – 4400, પી.બી.-2) બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
- વય મર્યાદા : 18 થી 45 વર્ષ
અરજી ફી
| બિન અનામત વર્ગના તમામ ઉમેદવારો | રૂ. 500/- |
| અનામત વર્ગના તમામ | રૂ. 250/- |
અરજી કઈ રીતે કરવી?
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઈન અજી કરવાની રહેશે.
| જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
| માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 કેટલી જગ્યાઓ છે?
વિવિધ જગ્યાઓ સાથે કુલ 96 જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે.