એશિયા કપ 2025 (Asia Cup 2025)નું ધમાકેદાર આરંભ થઈ ગયો છે. ક્રિકેટ ચાહકો માટે આ વખતેનો ટૂર્નામેન્ટ ખાસ છે કારણ કે ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરએ યોજાશે અને સાથે જ સૌથી પ્રતિક્ષિત મુકાબલો India vs Pakistan 14 સપ્ટેમ્બરએ દુબઈમાં જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ટૂર્નામેન્ટ રોમાંચથી ભરપૂર રહેશે.
Asia Cup 2025 નો ધમાલ શરૂ
એશિયા કપ 2025ની 17મી આવૃત્તિ યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)માં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. આ વર્ષે ટુર્નામેન્ટ T20I ફોર્મેટમાં રમાશે, જે 2026ના T20 વર્લ્ડ કપ માટે તૈયારી તરીકે કામ કરશે. કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન અને ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ. ગ્રુપ સ્ટેજ પછી સુપર ફોર્સ અને ફાઇનલ રમાશે. કુલ 19 મેચો રમાશે, જેમાંથી 11 દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અને 8 શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુધાબીમાં રમાશે.
આ પણ વાંચો -> Google Gemini Nano Banana Viral Trend: ફોટાને 3D Figurineમાં ફેરવતો નવો વાયરલ ટ્રેન્ડ
ભારતની પહેલી મેચ
- તારીખ: 10 સપ્ટેમ્બર 2025
- વિરુદ્ધ: યુનાઇટેડ અરબ અમીરાત (UAE)
- સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
- સમય: રાત્રે 8:00 IST
India vs Pakistan મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એશિયા કપ 2025ની 6ઠ્ઠી મેચ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશાં વિશેષ રહે છે. આ વખતે એશિયા કપમાં પહેલી જ ટક્કર ગ્રુપ સ્ટેજમાં જોવા મળશે.
- તારીખ: 14 સપ્ટેમ્બર 2025
- સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
- સમય: રાત્રે 8:00 IST
આ પણ વાંચો -> આયુષ્માન ભારત યોજના 2025 – હવે દરેક પરિવારને મળશે ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર
જો બંને ટીમો Super Fourમાં પહોંચી જશે તો ફરી 21 સપ્ટેમ્બરે મુકાબલો થઈ શકે છે.
જો ફાઇનલ સુધી પહોંચે તો 28 સપ્ટેમ્બરએ ફરી મહા મુકાબલો જોવા મળશે.
એશિયા કપ 2025 મેચ ક્યાં જોવી ?
એશિયા કપ 2025 લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ (ભારતમાં) સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ; SonyLIV એપ અને વેબસાઇટ તમે મેચ દેખી શકો છો.
FAQs – Asia Cup 2025
પ્રશ્ન 1. ભારતની પહેલી મેચ ક્યારે છે?
જવાબ. 10 સપ્ટેમ્બર 2025, UAE સામે.
પ્રશ્ન 2. India vs Pakistan મુકાબલો ક્યારે છે?
જવાબ. 14 સપ્ટેમ્બર 2025, દુબઈમાં.
પ્રશ્ન 3. શું ભારત-પાકિસ્તાન ફરીથી ભીડશે?
જવાબ. હા, જો બંને Super Fourમાં પહોંચે તો 21 સપ્ટે. અને Finalમાં પહોંચે તો 28 સપ્ટે. ફરીથી ટક્કર થશે.