Join WhatsApp

Join Now

BSNL 5G ટૂંક સમયમાં થશે શરુ, સરકારે આપી લીલી ઝંડી

By MYOJASUPDATE

Updated On:

Follow Us

BSNL 5G: BSNL 5G service ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે. હવે આવી શકે છે BSNL નો જમાનો, JIO, Airtel અને Vodafone-Idea ને ટક્કર આપવા સરકારી કંપની BSNL 5G સેવા ટૂંક સમયમાં શરુ કરવા જઈ રહી છે.

BSNL 5G: ભારત સંચાર નિગમ લીમીટેડ, BSNL હવે ટૂંક જ સમયમાં વિવિધ શહેરોમાં પોતાની 5G સેવા શરુ કરવા જઈ રહી છે. BSNLએ તાજેતરમાં 5G નેટવર્ક પર પ્રથમ કોલ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી દીધી છે. આ પગલું ભારતીય ટેલિકોમ માર્કેટમાં BSNLના વધતા પ્રભાવને દર્શાવે છે.

BSNL 5G ટૂંક સમયમાં થશે શરુ

BSNL 5G ટૂંક સમયમાં થશે શરુ
BSNL 5G ટૂંક સમયમાં થશે શરુ

આપણે સૌ જાણીએ છીએ કે થોડા દિવસો અગાવ જ JIO, Airtel અને Vodafone-Idea પ્રાઇવેટ કંપનીઓએ પોતાના રીચાર્જમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે સોસીયલ મીડયામાં મીમ્સનું ઘોડાપુર આવ્યું હતું. સરકારી કંપની BSNL હજુ પણ જૂના ભાવે તેની સર્વિસ આપી રહી છે. હવે કંપની પોતાની 5G સર્વિસને ટેસ્ટ કરી ચુકી છે. ઘણા લોકો BSNL 5G સેવાની રાહ જોઈ રહ્યા છે. જો કે, BSNLની 5G સેવાઓની લોન્ચિંગ તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

https://twitter.com/JM_Scindia/status/1819285264084152692?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1819285264084152692%7Ctwgr%5E5f6ee3a782a92e22c71971b9de0d423f4ebe4791%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujaratnews24.com%2Fgood-news-bsnl-5g-will-start-soon-govt-gives-green-signal%2F&mx=2

BSNL 5G દ્વારા પહેલો કોલ કરવામાં આવ્યો છે. આ વીડિયો કોલ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે તેના લોન્ચિંગ અંગે પણ માહિતી આપી છે. આનાથી લોકો માટે ઘણી વસ્તુઓ સરળ બનશે.

કોલ કર્યા પછી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ અધિકારીઓ સાથે બેઠક યોજી અને એ પણ જણાવ્યું કે 5G નેટવર્કના આગમનમાં થોડો વિલંબ થયો છે, પરંતુ તે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ટૂંક સમયમાં જ યુઝર્સના મોબાઈલમાં BSNLનું 5G સિમ હશે. જો કે, તેણે એ પણ માહિતી આપી હતી કે તેની સાથે 6G નેટવર્ક પણ આવવાનું છે. પરંતુ અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે તે બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BSNL 5G આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

BSNL હાલમાં સમગ્ર દેશમાં 4G સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કંપની તેના 5G નેટવર્કનું પણ પરીક્ષણ કરી રહી છે. સરકાર પણ BSNLના આ પુનરુત્થાનને સમર્થન આપી રહી છે. ગયા મહિને રજૂ થયેલા બજેટમાં કેન્દ્ર સરકારે BSNL ટેલિકોમ કંપની માટે 82 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ ફાળવ્યું છે. સરકાર આ રકમનો ઉપયોગ કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે કરવા જઈ રહી છે. આ સાથે કંપની દેશભરમાં સ્વદેશી 4G અને 5G ટેક્નોલોજી રજૂ કરવા જઈ રહી છે.

Leave a Comment

x