સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2025

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2025: એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઇન્ડર અને અન્ય ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2025

પોસ્ટ નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા15
છેલ્લી તારીખ15-12-2025
અરજી પ્રક્રિયાઓફલાઈન

જગ્યાની માહિતી

ટ્રેડ નામતાલીમની મુદ્દતજગ્યાલાયકાત
બુક બાઈન્ડર2 વર્ષ06ધોરણ 8 પાસ
ઓફસેટ મશીન માઈન્ડર2 વર્ષ06એસ.એસ.સી. પાસ (ધોરણ 10 પાસ) વિજ્ઞાન વિષય સાથે
ઓફિસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ)1 વર્ષ03એચ.એસ.સી. પાસ (ધોરણ 12 પાસ)

ઓફસેટ મશીન માઈન્ડર અને બુક બાઇન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 1 વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો, એલ.સી. અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ 15-01-2025 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-380004ને મળે તે રીતે અરજી કરવી.

ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

વય મર્યાદા 15-12-2025ના રોજ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઈન્ડર માટે 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફીસ) માટે 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ.

ન્યૂઝ પેપર જાહેરાતવાંચો
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ

Leave a Comment