ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ 2025 ક્યારે આવશે? જાણો GSEB SSC અને HSC Result તારીખો, કઈ રીતે ચેક કરવું પરિણામ અને ઓફિશિયલ લિંકની માહિતી અહીં.
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષા 2025 હવે પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ હવે એક જ પ્રશ્ન પુછી રહ્યાં છે – “2025 નું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ ક્યારે આવશે?”
હવે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા સૌથી વધુ રાહ જોતા હોય એ છે પરિણામ જાહેર થવાની તારીખ. તો ચાલો જોઈએ કે 2025માં ધોરણ 10 અને 12ના પરિણામ ક્યારે જાહેર થવાની શક્યતા છે.
ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ 2025 | GSEB Result Date
આગળના વર્ષોની ટ્રેન્ડ જોઈને અનુમાન લગાવીએ તો આ પરિણામ એપ્રિલ માસના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં જાહેર થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે.
તમને એ પણ જણાવી દઈએ કે આ તારીખો આંશિક છે અને ગુજરાત બોર્ડ દ્વારા અધિકૃત જાહેરાત થયા બાદ તેની પુષ્ટિ થશે. પરિણામ વિશે નવીનતમ માહિતી માટે GSEB ની વેબસાઇટ અને સરકારના અધિકૃત ન્યુઝ વાંચતા રહેવું
સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ માસના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હતી પરંતુ આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં લેવાઈ હતી.
ધોરણ 10 પરિણામ 2025 તારીખ, ધોરણ 12 પરિણામ 2025 જાહેર કરવાની તારીખ, Gujarat Board SSC Result 2025, GSEB HSC Result 2025 Date, gseb.org result 2025, ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા પરિણામ એ પણ ખરું જો પરીક્ષા વહેલા લેવાઈ છે તો ગયા વર્ષ કરતા પરિણામ પણ પહેલા આવશે તેવું અનુમાન છે. જેના પગલે બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર કરવાની કવાયત શરુ કરી હોઈ શકે.
GSEB Result 2025 કેવી રીતે ચેક કરશો?
- વેબસાઈટ ખોલો: 👉 www.gseb.org
- “Result” વિભાગ પર ક્લિક કરો
- તમારું Seat Number દાખલ કરો
- Submit બટન દબાવો અને પરિણામ સ્ક્રીન પર જોઈ શકો છો
- PDF અથવા Print પણ કાઢી રાખો