GSSSB ભરતી 2025: પેટા હિસાબનીશ / સબ ઓડીટર અને અન્ય જગ્યાઓ માટે ભરતી

GSSSB ભરતી 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 366/2025-26 અન્વયે કુલ 426 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં “પેટા હિસાબનીશ / સબ ઓડિટર”, “હિસાબનીશ”, “ઓડિટર”, “પેટા તિજોરી અધિકારી” અને “અધિક્ષક” જેવી ક્લાસ-III પોસ્નોટ્સ સમાવેશ થાય છે. ઓનલાઈન અરજી 17 નવેમ્બર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી OJAS વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે.

GSSSB ભરતી 2025

મુદ્દોવિગતો
પોસ્ટ નામGSSSB ભરતી 2025
જાહેરાત નંબર366/2025-26
પોસ્ટ નામપેટા હિસાબનીશ / સબ ઓડિટર”, “હિસાબનીશ”, “ઓડિટર”, “પેટા તિજોરી અધિકારી” અને “અધિક્ષક”
કુલ જગ્યાઓ426
અરજી શરૂ17-11-2025
છેલ્લી તારીખ30-11-2025
પરીક્ષા પદ્ધતિOnline (OJAS)
પ્રિલિમ પરીક્ષાMCQ
મુખ્ય પરીક્ષાવર્ણનાત્મક
પગારરૂ. 26,000 – 49,600 (5 વર્ષ ફિક્સ)

GSSSB જગ્યા 2025 માહિતી

પોસ્ટજગ્યાઓ
પેટા હિસાબનીશ / સબ ઓડીટર, વર્ગ 3321
હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક, વર્ગ 3105
કુલ જગ્યાઓ426

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી નીચે પૈકી કોઈ એક ડિગ્રી : BBA, BCA, B.Com, B.Sc (Mathematics / Statistics), B.A (Economics / Statistics / Mathematics), નોંધ : B.Sc (CA & IT) અને M.Sc (CA & IT) લાયક ગણાશે નહીં. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ (Government syllabus મુજબ). ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત.

ઉંમર મર્યાદા

20 થી 35 વર્ષ (30/11/2025 સુધી). વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

Salary (પગાર ધોરણ)

પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર

  • Sub Auditor / Sub Accountant → ₹26,000/-
  • Auditor / Sub Treasury Officer → ₹49,600/-

પછીના પગારધોરણ (ROP-2016)

  • Level 4 → ₹25,500 – ₹81,100
  • Level 7 → ₹39,900 – ₹1,26,600

અરજી ફી

કેટેગરીફી
બિન અનામત વર્ગ₹500 (પ્રાથમિક પરીક્ષા) / ₹600 (મુખ્ય પરીક્ષા)
અનામત વર્ગ (Female / SC / ST / SEBC / EWS / PwD / Ex-Serviceman)₹400 (પ્રાથમિક પરીક્ષા) / ₹500 (મુખ્ય પરીક્ષા)

નોંધ : પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને ફી પરત મળશે.

GSSSB ભરતી 2025 અરજી કરવાની રીત

  1. OJAS વેબસાઇટ ખોલો → https://ojas.gujarat.gov.in
  2. Online Application → GSSSB પસંદ કરો
  3. ADVT No. 366/2025-26 પર Apply કરો
  4. Personal અને Educational Details પૂરાં કરો
  5. Photo & Signature અપલોડ કરો
  6. અરજી Confirm કરો
  7. Online Payment કરો (UPI/Card/Net Banking)
  8. અરજીની પ્રિન્ટ અવશ્ય કાઢો
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

સારાંશ

GSSSB દ્વારા જાહેર કરાયેલ આ ભરતી Commerce, Statistics, Economics અને Accountancy ક્ષેત્રના ગ્રેજ્યુએટ્સ માટે ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોને સલાહ છે કે છેલ્લી તારીખ પહેલાં જ અરજી પૂર્ણ કરે અને દસ્તાવેજોની માહિતી બરાબર ચકાસીને જ ભરે જેથી કોઈ પણ ભૂલને કારણે અરજી રદ ન થાય.

FAQs – GSSSB ભરતી 2025

GSSSB જાહેરાત 366/2025-26 કઈ પોસ્ટ્સ માટે છે?

આ ભરતી પેટા હિસાબનિશ/સબ ઓડિટર, હિસાબનિશ, ઓડિટર, પેટા તતજોરી અધિકારી અને અધ્યક્ષક જેવી Class-III પોસ્ટ્સ માટે છે.

કુલ કેટલી જગ્યાઓ છે?

આ જાહેરાત હેઠળ 426 જગ્યા છે.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

30 નવેમ્બર 2025 (23:59 સુધી).

Leave a Comment