GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે 138 જગ્યાઓ. ઓનલાઈન અરજી 09 થી 23 ડિસેમ્બર 2025 સુધી. લાયકાત, વયમર્યાદા, સેલેરી, Exam Pattern અને Fees જાણો.
GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 ની 138 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ મારફતે શરૂ થઈ ચૂકી છે, અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરવી જોઈએ.
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી બોર્ડ | GSSSB |
| જાહેરાત ક્રમાંક | 370/2025-26 |
| જગ્યાઓ | 138 |
| અરજી શરૂ | 09 ડિસેમ્બર 2025 |
| છેલ્લી તારીખ | 23 ડિસેમ્બર 2025 |
| અરજી માધ્યમ | OJAS મારફત ઓનલાઇન |
ફાયરમેન ડ્રાઈવર શૈક્ષણિક લાયકાત
ધોરણ-12 પાસ અથવા સમકક્ષ. ફાયરમેન કોર્સ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટર કોર્સ પાસ. હેવી મોટર વિહિકલ ડ્રાયવિંગ લાયસન્સ ફરજીયાત. કમ્પ્યૂટર જ્ઞાન. ગુજરાતી/હિન્દી/ બંને ભાષા જ્ઞાન.
ફાયરમેન ડ્રાઈવર શારીરિક લાયકાત
પુરુષ ઉમેદવારો માટે
| કેટેગરી | ઊંચાઈ | છાતી (Before) | છાતી (After) | વજન |
|---|---|---|---|---|
| મૂળ ગુજરાતના ST | 160 cm | 81 cm | 86 cm | 50 kg |
| અન્ય | 165 cm | 81 cm | 86 cm | 50 kg |
મહિલા ઉમેદવારો માટે
| કેટેગરી | ઊંચાઈ | વજન |
|---|---|---|
| મૂળ ગુજરાતના ST | 156 cm | 40 kg |
| અન્ય | 158 cm | 40 kg |
ફુગાવાની ક્ષમતા: છાતીનું લઘુત્તમ વિસ્તરણ 5 cm હોવું જરૂરી. કેટલીક શારીરિક વિકલાંગતા ધરાવનાર ઉમેદવાર અયોગ્ય ગણાશે.
ફાયરમેન ડ્રાઈવર વય મર્યાદા (Age Limit)
18 થી 33 વર્ષ (23/12/2025 મુજબ). તમામ અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
ફાયરમેન ડ્રાઈવર પગાર ધોરણ
પ્રથમ 3 વર્ષ – ₹26,000/- ફિક્સ પગાર. બાદમાં સાતમાં પગાર પંચના રૂ. 19,900/- થી રૂ. 63,200/- (Level-2 Pay Matrix) મુજબ નિયમિત પગાર. સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સારી તક છે.
પરીક્ષા ફી
| ઉમેદવારો | ફી |
|---|---|
| સામાન્ય પુરુષ | ₹500 |
| અનુસૂચિત જાતિ / અનુસૂચિત જાતિ જનજાતિ / SEBC / EWS / મહિલા / PH / માજી સૈનિક | ₹400 |
નોંધ : પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત મળશે
ફાયરમેન ડ્રાઈવર પરીક્ષા પદ્ધતિ
MCQ આધારિત CBRT / OMR (Computer Based Response Test / Optical Mark Recognition) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કુલ: 210 પ્રશ્ન – 180 મિનિટ – 1/4 Negative Marking
Part-A (60 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| તાર્કિક કસોટીઓ તથા ડેટા ઈન્ટરપ્રિટેશન | 30 |
| ગાણિતિક કસોટીઓ | 30 |
Part-B (150 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્શન | 30 |
| સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
ફાયરમેન ડ્રાઈવર અરજી કરવાની રીત
OJAS પોર્ટલ ખોલો: www.ojas.gujarat.gov.in. Apply Online → GSSSB પસંદ કરો. જાહેરાત નંબર 368/2025-26 પસંદ કરો. જરૂરી વિગતો ભરી Form Submit કરો. Photo/Sign Upload કરો. Confirmation Number સાચવો. ફી ઓનલાઈન ભરો.
ફાયરમેન ડ્રાઈવર અરજી માટે જરૂરી તારીખો
લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 09-12-2025 (બપોરના 14:00 કલાક) થી તારીખ 23-12-2025 (સમય રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 26-12-2025 (23:59) સુધીમાં ઓનલાઈન ફરજીયાત ભરવાની રહેશે.
જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો
નિષ્કર્ષ
GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 ગુજરાત સરકારની નોકરી મેળવવા ઇચ્છુક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર ઓનલાઇન અરજી કરી લેવી જોઈએ.
FAQs – GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025
પ્રશ્ન 1. GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે કેટલી જગ્યાઓ છે?
જવાબ. કુલ 138 જગ્યાઓ છે.
પ્રશ્ન 2. GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે ઓનલાઈન અરજી ક્યાંથી કરવી?
જવાબ. OJAS વેબસાઇટ પરથી અરજી કરવી → https://ojas.gujarat.gov.in
પ્રશ્ન 3. GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ. 23 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી.
પ્રશ્ન 4. GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ. ધોરણ-12 પાસ સાથે Fireman Course અથવા Driver Cum Pump Operator Course અને Heavy Vehicle Driving License ફરજિયાત.
પ્રશ્ન 5. વય મર્યાદા કેટલી છે?
જવાબ. 18 થી 33 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ મળશે).
પ્રશ્ન 6. GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 પરીક્ષા કઈ રીતે લેવાશે?
જવાબ. MCQ આધારિત CBRT/OMR એક લેખિત પરીક્ષા — કુલ 210 પ્રશ્નો.
પ્રશ્ન 7. પગારધોરણ કેટલું છે?
જવાબ. પ્રથમ 3 વર્ષ ફિક્સ પગાર ₹26,000 અને ત્યારબાદ Level-2: ₹19,900 – ₹63,200.