Join WhatsApp

Join Now

GSSSB Forest Guard Marks 2024 Out, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ જાહેર, ચેક કરો અહીંથી

By MYOJASUPDATE

Updated On:

Follow Us

GSSSB Forest Guard Marks 2024: GSSSB ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 09 ઓગસ્ટના રોજ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સ્કોરકાર્ડ ઓફિશ્યલ સાઈટ પરથી જોઈ શકશે.

GSSSB Forest Guard Marks 2024 Out

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ જાહેર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને તેઓએ મેળવેલ નોર્માંલાઈઝડ ગુણનું કામચલાઉ પ્રોવવઝનલ ગુણપત્રક જોવાની લીંક તા.09.08.24 ના રોજ 12:00 કલાકે જાહેર કરવામાં આવ્યા છે. જેની લીંક નીચે મુજબ છે.

આ લીંક તા. ૧૫/૦૮/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોની માર્કશીટ અપલોડ કરી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એટલે કે gsssb.gujarat.gov.in પર જઈને ગુજરાત સ્કોરકાર્ડ 2024 ડાઉનલોડ કરી શકે છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ જાહેર

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની સીધી લિંક પણ નીચે આ લેખમાં આપવામાં આવી છે. હાજર રહેલા તમામ ઉમેદવારો દ્વારા મેળવેલ સામાન્ય માર્કસની કામચલાઉ માર્કશીટ 09 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તેમના માર્કસ ડાઉનલોડ કરી શકે છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ 2024 : અહીંથી ચેક કરો

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું?

પગલું 1 : -> https://gsssb.gujarat.gov.in પર જાઓ.

પગલું 2 : નવીનતમ અપડેટ વિકલ્પ પસંદ કરો.

પગલું 3 : CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના આ વિકલ્પ ડાઉનલોડ કરો.

પગલું 4 : આ PDF માં શારીરિક પરીક્ષા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્ક્સ 2024 ની લીંક છે તે ઓપન કરો.

Related Posts

Leave a Comment

x