GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025 – કુલ 46 જગ્યાઓ, Fix Pay ₹49,600, લાયકાત MSW/MA Social Work. OJAS પર 05 ડિસેમ્બર 2025 સુધી અરજી કરો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગમાં મેડીકલ સોશ્યલ વર્કર વર્ગ-3 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025
| વિગત | માહિતી |
|---|---|
| સંવર્ગ | મેડીકલ સોશ્યલ વર્કર (Class-3) |
| ભરતી વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| કુલ જગ્યાઓ | 46 |
| છેલ્લી તારીખ | 05-12-2025 (રાત્રે 11:59) |
| Job પ્રકાર | Government Class-3 |
| Mode | Online (OJAS) |
મેડીકલ સોશ્યલ વર્કર Eligibility Criteria
મેડીકલ સોશ્યલ વર્કર શૈક્ષણિક લાયકાત
Master of Social Work (Psychiatry) અથવા Master of Social Work અથવા M.A. in Social Work, કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન, ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન.
મેડીકલ સોશ્યલ વર્કર વય મર્યાદા (05-12-2025 મુજબ)
ઉમેદવારની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીઓને સરકાર નિયમ મુજબ છૂટછાટ.
મેડીકલ સોશ્યલ વર્કર પગાર ધોરણ
પ્રથમ 5 વર્ષ – ₹49,600/- ફિક્સ પગાર. બાદમાં સાતમાં પગાર પંચના રૂ. 39,900/- થી રૂ. 1,26,600/- (Level-7 Pay Matrix) મુજબ નિયમિત પગાર. સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સારી તક છે.
પરીક્ષા ફી
| ઉમેદવારો | ફી |
|---|---|
| સામાન્ય પુરુષ | ₹500 |
| અનુસૂચિત જાતિ / અનુસૂચિત જાતિ જનજાતિ / SEBC / EWS / મહિલા / PH / માજી સૈનિક | ₹400 |
નોંધ : પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત મળશે
મેડીકલ સોશ્યલ વર્કર પરીક્ષા પદ્ધતિ
MCQ આધારિત CBRT / OMR (Computer Based Response Test / Optical Mark Recognition) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કુલ: 210 પ્રશ્ન – 180 મિનિટ – 1/4 Negative Marking
Part-A (60 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| તાર્કિક કસોટીઓ તથા ડેટા ઈન્ટરપ્રિટેશન | 30 |
| ગાણિતિક કસોટીઓ | 30 |
Part-B (150 ગુણ)
| વિષય | ગુણ |
|---|---|
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્શન | 30 |
| સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
મેડીકલ સોશ્યલ વર્કર અરજી કરવાની રીત
OJAS પોર્ટલ ખોલો: www.ojas.gujarat.gov.in. Apply Online → GSSSB પસંદ કરો. જાહેરાત નંબર 368/2025-26 પસંદ કરો. જરૂરી વિગતો ભરી Form Submit કરો. Photo/Sign Upload કરો. Confirmation Number સાચવો. ફી ઓનલાઈન ભરો.
મેડીકલ સોશ્યલ વર્કર અરજી માટે જરૂરી તારીખો
લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 21-11-2025 (બપોરના 14:00 કલાક) થી તારીખ 05-12-2025 (સમય રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 08-12-2025 (23:59) સુધીમાં ઓનલાઈન ફરજીયાત ભરવાની રહેશે.
જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો
નિષ્કર્ષ
GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025 ગુજરાત સરકારની નોકરી મેળવવા ઇચ્છુક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર ઓનલાઇન અરજી કરી લેવી જોઈએ.
FAQs – GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025
પ્રશ્ન 1: GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025 કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: આ ભરતીમાં કુલ 46 મેડીકલ સોશ્યલ વર્કર વર્ગ-3 જગ્યાઓ છે.
પ્રશ્ન 2: અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: 05 ડિસેમ્બર 2025 સુધી રાત્રે 11:59 સુધી અરજી કરી શકો છો.
પ્રશ્ન 3: પગાર કેટલો મળશે?
જવાબ: પ્રથમ 5 વર્ષ: ₹49,600/- Fix Pay, પછી: Pay Matrix Level-7 (₹39,900 – ₹1,26,600)
પ્રશ્ન 4: અરજી કેવી રીતે કરવી?
જવાબ: OJAS વેબસાઇટ પરથી Online અરજી કરવી : ojas.gujarat.gov.in