ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB સર્ચર ભરતી 2025) દ્વારા જાહેરાત નં. 360/2025-26 હેઠળ ફિંગર પ્રિન્ટ વિભાગ (Searcher Class-III) માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન અરજી 22 સપ્ટેમ્બરથી 06 ઓક્ટોબર 2025 સુધી OJAS Gujarat પોર્ટલ પર કરી શકાશે. લાયકાત, પગારધોરણ અને પરીક્ષા પૅટર્ન જાણો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સર્ચર ભરતી 2025 (જાહેરાત નં. 360/2025-26) જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ફિંગર પ્રિન્ટ વિભાગ, વર્ગ-૩ ની 04 જગ્યાઓ ભરવામાં આવશે.
GSSSB સર્ચર ભરતી 2025
લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બર 2025 (બપોરે 2:00 કલાકથી) શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 કલાક સુધી) રહેશે.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પદનું નામ | સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ), વર્ગ-III |
| જાહેરાત નંબર | 360/2025-26 |
| કુલ જગ્યાઓ | 04 |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| અરજીની તારીખો | 22 સપ્ટેમ્બર – 06 ઓક્ટોબર 2025 |
| અધિકૃત વેબસાઇટ | ojas.gujarat.gov.in / gsssb.gujarat.gov.in |
લાયકાત
વય મર્યાદા (06/10/2025 મુજબ)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 35 વર્ષ
- રિઝર્વ કેટેગરી, મહિલાઓ, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.
શૈક્ષણિક લાયકાત
- વિજ્ઞાન વિષયમાં સ્નાતક (B.Sc.) ડિગ્રી ધરાવવી જરૂરી.
- કમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર ફરજિયાત.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
- તબીબી દ્રષ્ટિએ ફિટનેસ સ્ટાન્ડર્ડ પુરા કરવા પડશે.
પગાર ધોરણ
- પ્રારંભિક 5 વર્ષ: રૂ. 26,000/- ફિક્સ પગાર
- ત્યારબાદ લેવલ-4 પગાર મેટ્રિક્સ રૂ. 25,500 – 81,100/- + ભથ્થાં
અરજી ફી
- સામાન્ય કેટેગરી: રૂ. 500/-
- રિઝર્વ / મહિલા / SC / ST / SEBC / EWS / દિવ્યાંગ / ભૂતપૂર્વ સૈનિક: રૂ. 400/-
- પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારને ફી પરત મળશે.
પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પૅટર્ન
પસંદગી માટે માત્ર લેખિતખિત પરીક્ષા (MCQ આધારિત OMR/CBRT) લેવામાં આવશે.
પરીક્ષા માળખું:
- ભાગ A (60 ગુણ):
- રીઝનિંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન – 30
- ગણિતીય ક્ષમતા – 30
- ભાગ B (150 ગુણ):
- બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી/અંગ્રેજી સમજ – 30
- વિષય સંબંધિત પ્રશ્નો – 120
- કુલ પ્રશ્નો: 210
- સમય: 180 મિનિટ
- નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ પર 0.25 ગુણ કપાશે
અગત્યની તારીખો
| ઘટનાઓ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 22 સપ્ટેમ્બર 2025 (બપોરે 2:00 કલાક) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 09 ઓક્ટોબર 2025 |
| પરીક્ષાની તારીખ | ટૂંક સમયમાં જાહેર થશે |
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- ojas.gujarat.gov.in ખોલો.
- “Apply Online” → GSSSB પર ક્લિક કરો.
- જાહેરાત નં. 360/2025-26 (Searcher Post) પસંદ કરો.
- વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી કન્ફર્મ કરો અને Application Number સાચવો.
- ઓનલાઇન ફી ભરો (ડેબિટ કાર્ડ / UPI / નેટ બેંકિંગ / વૉલેટ).
- અરજી ફોર્મ અને રસીદનો પ્રિન્ટ કાઢો.
| જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
| માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – GSSSB સર્ચર ભરતી 2025
પ્ર 1. GSSSB સર્ચર ભરતી 2025 માટે છેલ્લી તારીખ શું છે?
જવાબ. 06 ઓક્ટોબર 2025.
પ્ર 2. કુલ કેટલા પદો ખાલી છે?
જવાબ. કુલ 04 જગ્યાઓ.
પ્ર 3. પગારધોરણ કેટલું છે?
જવાબ. પ્રથમ 5 વર્ષ રૂ. 26,000/-, ત્યારબાદ લેવલ-4 પગાર રૂ. 25,500 – 81,100/-.
પ્ર 4. ઓનલાઈન અરજી ક્યાં કરવી?
જવાબ. ojas.gujarat.gov.in પર.