ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025 માટે હેડ કૂક (ગ્રુપ-C) અને એટેન્ડન્ટ-કમ-કૂક (ગ્રુપ-D) પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો. લાયકાત, પગાર, જગ્યાઓ અને છેલ્લી તારીખની સંપૂર્ણ માહિતી મેળવો.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025
| વિભાગનું નામ | Gujarat High Court |
|---|---|
| જાહેરાત નંબર | RC/B/1304/2025 |
| પોસ્ટનું નામ | હેડ કૂક (ગ્રુપ-C) અને એટેન્ડન્ટ-કમ-કૂક (ગ્રુપ-D) |
| કુલ જગ્યાઓ | 20 |
| અરજી પ્રક્રિયા | Online |
| અરજી શરૂ તારીખ | 11/12/2025 |
| છેલ્લી તારીખ | 31/12/2025 |
| અધિકારી વેબસાઈટ | gujarathighcourt.nic.in & hc-ojas.gujarat.gov.in |
ભરતીની માહિતી
| પોસ્ટ | વર્ગ | જગ્યાઓ |
|---|---|---|
| હેડ કૂક | Group – C | 04 |
| એટેન્ડન્ટ-કમ-કૂક | Group – D | 16 (03 Regular Pay + 13 Fixed Pay) |
Eligibility Criteria (લાયકાત)
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. અનુભવ અને પ્રાધાન્યતા જેવી બાબતો માટે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
હેડ કૂક માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ ઉંમર મર્યાદા અને એટેન્ડન્ટ-કમ-કૂક માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ ઉંમર મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદામાં ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
હેડ કૂકને 19,900-63,200/- પગાર અને એટેન્ડન્ટ-કમ-કૂકને 15,000-47,600/- (રેગ્યુલર પગાર) અને 14,800/- (ફિક્સ પગાર) મળવાપાત્ર છે.
પરીક્ષા ફી
| કક્ષા / કેટેગરી | હેડ કૂક | એટેન્ડન્ટ-કમ-કૂક |
| સામાન્ય વર્ગ | 1200/- + બેંક ચાર્જ | 1000/- + બેંક ચાર્જ |
| અનામત વર્ગ | 600/- + બેંક ચાર્જ | 500/- + બેંક ચાર્જ |
સ્પર્ધાત્મક પરીક્ષા માળખું
| પરીક્ષા વિગત | ગુણ |
| રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી | 50 |
| કૂકિંગ સ્કિલ ટેસ્ટ | 50 |
પસંદગી પ્રક્રિયા
રૂબરૂ મુલાકાત અને કૂકિંગ સ્કિલ ટેસ્ટમાં કુલ ગુણના ઓછામાં ઓછા 50% ગુણ મેળવનાર ઉમેદવારને જ પસંદગી યાદી તૈયાર કરતી વખતે, તેમના મેરીટ અને સબંધિત કેટેગરીને આધારે, ધ્યાને લેવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025 અરજી કઈ કરવી?
- સૌથી પહેલા hc-ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- “Apply Online” વિભાગમાં જાઓ.
- તમે અરજી કરવા માંગતા પોસ્ટ પસંદ કરી Apply Now ક્લિક કરો.
- નવા ઉમેદવાર હોય તો Registration કરો અને OTP Verification પૂર્ણ કરો.
- હવે Online Application Form પૂરો ભરો
- વ્યક્તિગત વિગતો
- શૈક્ષણિક વિગતો
- અનુભવની વિગતો (જો હોય)
- ફોટો અને સહી
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- રિઝર્વેશન/અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- Online Payment દ્વારા Application Fee ભરવી.
- તમામ વિગતો ચકાસી Final Submit કરો.
- Application Form અને Fee Receipt Download/Print કરી સુરક્ષિત રાખો.
| જાહેરાત | વાંચો |
| ઓનલાઈન અરજી કરો | અરજી ઓનલાઈન |
| માયઓજાસઅપડેટ હોમ પેજ | વિઝીટ |