Join WhatsApp

Join Now

વ્હાલી દીકરી યોજના 2024, યોજના વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

By MYOJASUPDATE

Updated On:

Follow Us

વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્નઅટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની સહાય કરવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના 2024

પોસ્ટ નામવ્હાલી દિકરી યોજના 2024
પોસ્ટ પ્રકારયોજના
લાભાર્થીગુજરાતની દીકરીઓ
હેઠળગુજરાત સરકાર
વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)
સત્તાવાર પોર્ટલhttps://wcd.gujarat.gov.in/
લાભરૂ. 1,10,000ની સહાય
અરજીઓફલાઈન

Gujarat Vahali Dikri Yojana 2024

ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ વ્હાલી દીકરી યોજના ગુજરાતનો મુખ્ય હેતુ એ છે કે જયારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવશે. કુલ એક લાખ દસ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળશે?

વ્હાલી દિકરી યોજનામાં દીકરીના માતા પિતાને 3 હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. કુલ 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે જે નીચે મુજબ છે.

  • પ્રથમ હપ્તો 4 હજારનો દીકરી જયારે શાળામાં પ્રવેશ સમયે
  • બીજો હપ્તો 6 હજારનો દીકરી જયારે માધ્યમિક શાળામાં પ્રવેશ સમયે
  • ત્રીજો હપ્તો 1 લાખનો દીકરી જયારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે (દીકરીના બાળ લગ્ન થયેલ n હોવા જોઈએ)

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પાત્રતા

  • મુળ ગુજરાતના નાગરિક જોવા જોઈએ.
  • તા. 2 ઓક્ટોબર 2019 પછી જન્મેલ કોઈ પણ દીકરીને Vahali Dikri Yojana in Gujaratનો લાભ મળશે.
  • દીકરીના જન્મ પછી 12 મહિનામાં આ યોજનાના લાભ માટે અરજી કરવાની રહેશે.
  • દંપતીના પ્રથમ ત્રણ સંતાન પૈકી બધી દીકરીઓને WCD Gujarat Vahli Dikri Yojanaનો લાભ મળવા પાત્ર છે
  • કોઈ અપવાદરૂપ કિસ્સામાં બીજી અને ત્રીજી ડિલીવરી વખતે એક કરતા વધારે બાળકીનો જન્મ થાય અને સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ વ્હાલી દીકરી ગુજરાત યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • બાળલગ્ન પ્રતિબંધ કાયદા 2006 મુજબ આ યોજનાનો લાભ ફક્ત પુખ્ત વયે લગ્ન કરનાર દંપતીને જ મળેશે.
  • વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ.
  • બેંકમાં એકાઉન્ટ ફરજીયાત.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો. (આવક મર્યાદા બે લાખથી વધુ નહિ)
  • દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ.
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો (લાઈટબિલ / વેરાબિલ)
  • અરજદારનું રેશનકાર્ડ
  • દીકરીનો જન્મનો દાખલો
  • દીકરીના માતાનો જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મનો દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
  • લાભાર્થી દીકરીના બેંક ખાતાની માહિતી

વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મળશે? / Vahali Dikari Yojana Form PDF

  • ગ્રામ સ્તરે : સંકલિત બાળ વિકાસ અધિકારી (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયત ખાતેથી
  • તાલુકા સ્તરે : જે તે તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS)ની કચેરી ખાતેથી
  • જીલ્લા સ્તરે : મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી

વ્હાલી દીકરી યોજનાના સંપર્ક કચેરી / Vahali Dikari Yojana Help Line Number

વ્હાલી દિકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

વ્હાલી દિકરી યોજના ફોર્મડાઉનલોડ કરો
સત્તાવાર વેબ સાઈટમુલાકાત લ્યો

Leave a Comment

x