Heat Wave: ગરમીમાં લૂ (હીટવેવ) લાગવાથી બચો

By MYOJASUPDATE

Published On:

Follow Us

Heat Wave: હાલમાં ઉનાળામાં સખત તકડો પડી રહ્યો છે તેથી ઘણી જગ્યાઓએ હીટવેવની આગાહી કરવામાં આવી છે, ચાલો આપડે આજે હીટવેવથી બચવા માટેના ઉપાયોની ચર્ચા કરીએ.

Heat Wave: ગરમીમાં લૂ (હીટવેવ) લાગવાથી બચો

ઉનાળો શરુ છે સખત ગરમી પડી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા લૂ (હીટવેવ)ની આગાહી કરેલ છે તો ચાલો હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરીએ.

Heat Wave
Heat Wave

હીટવેવથી બચવા આટલું કરો / લૂથી બચવા આટલું કરો

  • તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય ટે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી,, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
  • ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
  • વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો.
  • આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
  • પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • બાળકો,વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.

હીટવેવથી બચવા આટલું ન કરો / લૂથી બચવા આટલું ન કરો

  • શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું.
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સ ન લેવા.
  • મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો.

ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી

  • વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો.
  • પાકના વિકાસના મહત્વના સ્તરે સિંચાઈની માત્ર વધારો.
  • નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો.
  • પશુઓને છાંયડીમાં રાખો અને તેમણે શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.
  • પશુઓને સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
  • મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
  • પશુઓને આહારમાં લીલો ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનિજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
  • પશુઓના આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

હીટવેવ / લૂ લાગવાના લક્ષણો

  • માથું દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો.
  • શરીરનું તાપમાન વધુ જવું.
  • ખુબ તરસ લાગવી.
  • શરીરમાંથી પાણી ઓછુ થઇ જવું.
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા.
  • બેભાન થઇ જવું.
  • સુધ-બુધ ગુમાવી દેવા (Confusion).
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

  • જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પણ પાણી રેડો.
  • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે ટે માટે ORS દ્વાવણ અથવા લીંબુ પાણી આપો.
  • લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા.
  • જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.

નોંધ: Heat Wave માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા મળેલ છે તેથી હીટ વેવ દરમ્યાન શું શું કાળજી લેવી તેની માહિતી તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાના અથવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા લેખ અવશ્ય વાંચી લેવા.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment