---Advertisement---

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપી આગાહી

On: September 6, 2025 7:40 PM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, રાજકોટ, સુરેનદ્રનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વીજળી સાથે ગાજવીજ તથા પવનની ઝડપ 30–40 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.

ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, મહીસાગર, Tapi અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થયો છે. અરવલ્લી, સુરત, નવસારી, દાહોદ, પંચમહાલ, ખેડા, ભરૂચ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે વરસાદ જોવા મળ્યો જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારો ભીંજાયા.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. નદી-નાળા પાસે રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ. ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ ન જાય તેની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. મુસાફરોને પણ સલાહ આપવામાં આવી છે કે પ્રવાસ પર જવાના પહેલા હવામાન વિભાગની તાજી આગાહી તપાસવી જરૂરી છે.

હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

Day 1 – 7 સપ્ટેમ્બર 2025

  • અતિભારે વરસાદ: સાબરકાંઠા
  • ભારે થી અતિભારે વરસાદ: બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ
  • ભારે વરસાદ: પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ.
  • અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી.

Day 2 – 8 સપ્ટેમ્બર 2025

  • અતિભારે વરસાદ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ
  • ભારે થી અતિભારે વરસાદ: પાટણ, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી
  • ભારે વરસાદ: અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બોટાદ
  • અન્ય જીલ્લાઓમાં પણ વરસાદની આગાહી.

Day 3 – 9 સપ્ટેમ્બર 2025

  • ભારે વરસાદ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છ

જનતાને સુચનાઓ

  • નદી-નાળા અને ડેમ નજીક રહેતા લોકોએ સતર્ક રહેવું.
  • વીજળીવાળા વરસાદ વખતે ખુલ્લી જગ્યામાં ઊભા ન રહેવું.
  • ખેડૂતો ખેતરોમાં પાણી ભરાઈ ન જાય તેની તકેદારી રાખે.
  • મુસાફરો હવામાન વિભાગની તાજી આગાહી તપાસીને જ પ્રવાસ કરે.

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો ધ્વારા મળેલ છે તેથી આપ સત્તાવાર વેબસાઈટ mausam.imd.gov.in/ahmedabad/ જઈને માહિતી અવશ્ય તપાસવી.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment