Kesari Chapter 2 Trailer: જલિયાવાલા બાગ પર બનેલી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

By MYOJASUPDATE

Published On:

Follow Us

Kesari Chapter 2 Trailer: અક્ષય કુમાર, આર માધવન અભિનીત ફિલ્મ જલિયાવાલા બાગ હત્યાકાંડ પર બનેલી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું.

Kesari Chapter 2 Trailer: અક્ષય કુમાર (Akshya Kumar)ની ફિલ્મ ‘કેસરી 2’નું ટ્રેલર લોન્ચ, રૂંવાડાં ઊભા કરી દેશે જલિયાંવાલા હત્યાકાંડની કહાની. આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડની વાસ્તવિક ઘટના પર આધારિત છે.

Kesari Chapter 2 Trailer – કેસરી ચેપ્ટર 2 ઓફિશ્યલ ટ્રેલર

Kesari Chapter 2 Trailer
Kesari Chapter 2 Trailer

બોલીવુડની અંદર હવે ઘણા સમયથી ભારતના ઈતિહાસ પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જે લોકોને પસંદ પણ આવી રહી છે. આમ જોવા જઈએતો બોલીવુડે પોતાનો ટ્રેન્ડ બદલ્યો હોય તેવું લાગી રહ્યુ છે. કેસરી ચેપ્ટર 2 ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર, આર માધવન (R Madhava) અને અનન્યા પાંડે (Ananya Panday) મુખ્ય કલાકાર છે.

આ ટ્રેલર જોતા જ તમારા રુવાડા ઉભા થઇ જશે, કેસરી 2 માં જલિયાવાલા બાગ હત્યાકાંડ દર્શાવામાં આવ્યો છે, અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડે વકીલની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર 3 મિનીટ અને 2 સેકન્ડનું છે. 10 દિવસ પહેલા આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ટ્રેલરની અંદર બતાવવામાં આવ્યું છે કે બ્રિટીશ શાસનના જનરલ ડાયરે જલિયાવાલા બાગ હત્યાકાંડને કઈ રીતે અંજામ આપ્યો હતો. અને આજ ઘટનાનું સત્ય બહાર લાવવામાં માટે વકીલ સી શંકરન નાયરની ભૂમિકા અક્ષય કુમાર ભજવી રહ્યા છે.

આર માધવનની વાત કરીએ તો આ ફિલ્મમાં તે બ્રિટીશ ક્રાઉનના વકીલની ભૂમિકામાં જોવા મળશે, આ ઉપરાંત ટ્રેલરમાં અનન્યા પાંડેની પણ એક ઝલક જોવા મળી રહી છે. કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 13 એપ્રિલ 1919 ના રોજ થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળની કહાની પર આધારિત છે. જેમાં નિર્દોષ વ્યક્તિઓ માર્યા ગયા હતા જેમાં બાળકો અને મહિલાઓ પણ માર્યા ગયા હતા.

આ ફિલ્મનું નિર્દેશન કરન સિંઘ ત્યાગી દ્વારા કરવામાં આવ્યું છે, અને આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે. સ્કાયફોર્સ પછી અક્ષય કુમારની આ વર્ષની કેસરી ચેપ્ટર 2 બીજી ફિલ્મ છે. આર માધવન અભિનય શાનદાર લાગી રહ્યો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment