Link Aadhaar Card With Voter Card: ચુંટણી પંચ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું હતું હવે ચુંટણી કાર્ડને કરાશે લિંક.
Link Aadhaar Card With Voter Card: ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય. આવનારા સમયમાં ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
Link Aadhaar Card With Voter Card – ચુંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે કરાશે લિંક
- ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે
- EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાયા બાદ હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચુંટણી કાર્ડની સાથે આધાર કાર્ડ જોડે લિંક કરવાની ઝુંબેશને આગામી મહિનાઓમાં વધુ તેજ બનાવવામાં આવશે.
ચૂંટણી પંચ EPICને આધાર નંબર સાથે લિંક કરવા માટે કલમ 326, RP એક્ટ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય માળખા રહીને યોગ્ય કાર્યવાહી કરશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ કેન્દ્રીય ગૃહ સચિવ, વિધાન વિભાગના સચિવ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે નવી દિલ્હીના નિર્વચન સદનમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.