Join WhatsApp

Join Now

Mahakumbh 2025 : મહાકુંભ 2025નું આયોજન પ્રયાગરાજમાં થઇ રહ્યું છે

By MYOJASUPDATE

Updated On:

Follow Us

Mahakumbh 2025, મહાકુંભ 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન 12 વર્ષ પછી થવા જઈ રહ્યું છે જેની શરૂઆત 13 જાન્યુઆરી 2025 એટલે કે પોષ પૂર્ણિમા દિવસથી 26 ફેબ્રુઆરી 2025 એટલે કે મહાશિવરાત્રી સુધી આયોજિત કરવામાં આવનાર છે. અગાઉ વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજના કરવામાં આવ્યું હતું. આ વખતે મહાકુંભ મેળામાં કરોડો ભક્તો આવવાનો અંદાજ છે.

Mahakumbh 2025 | મહાકુંભ 2025

કુંભ એ આસ્થા, વિશ્વાસ, સવાદિત અને સંસ્કૃતિઓના મિલનનો તહેવાર છે, જ્ઞાન, ચેતના અને તેનું પરસ્પર મંથન એ કુંભમેળાનું તે પરિણામ છે જે પ્રાચીન કાળથી હિંદુ ધર્મના અનુયાયીઓની જાગૃત ચેતનાને કોઇપણ આમંત્રણ વિના આકર્ષે છે. કુંભ પર્વની શરૂઆત કોઈ ઈતિહાસ રચવાના ઈરાદાથી નથી થઈ, પરંતુ સમયના વહેણ સાથે તેનો ઈતિહાસ પોતાની મેળે જ રચાતો ગયો. ધાર્મિક પરંપરાઓ હમેશા આસ્થા અને આસ્થાના આધારે રહે છે, એવું કહી શકાય કે કુંભ જેવા વિશાળ મેળાનું આયોજન સંસ્કૃતિઓને એક રાખવા માટે જ કરવામાં આવે છે.

Mahakumbh 2025 | મહાકુંભ 2025
Mahakumbh 2025 | મહાકુંભ 2025

ઉજ્જેન, પ્રયાગરાજ, હરિદ્વાર અને નાસિકમાં દર ત્રણ વર્ષે એક વાર કુંભમેળો ભાહ્રાય છે. હરિદ્વાર અને પ્રયાગરાજના કિનારે દર 6 વર્ષે એકવાર અર્ધકુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. જયારે પૂર્ણ કુંભમેળાનું આયોજન 12 વર્ષમાં એકવાર થાય છે. 12 કુંભમેળાઓ પૂર્ણ થાય પછી, એક મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

કુંભમેળાનું મહત્વ

કુંભમેળો ભારતના ચાર તીર્થસ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં યોજાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, જયારે સમુદ્વ મંથન દરમિયાન અમૃત કાળાશ બહાર આવ્યો ત્યારે તેના કેટલાક ટીપા કળશમાંથી પાડીને પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા હતા તેથી આ ચાર સ્થળો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો અહીં સ્નાન કરીને પોતાને ધન્ય માને છે. મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન, દરેક અખાડા તેના શાહી લાવ લશ્કર સાથે નાચતા-ગાતા સંગમ કાંઠે પહોંચે છે અને ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી મારે છે. આ દ્રશ્ય અદ્ભુત અને સુંદર છે.

કુંભમેળાના આયોજન ચાર જગ્યાએ થાય છે

હરિદ્વાર : જયારે ગુરુ કુંભ રાશિમાં અને અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે હરિદ્વારમાં ગંગાના કિનારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

પ્રયાગરાજ : જયારે ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

નાસિક : જયારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે નાસિકમાં ગોદાવરીના કિનારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

ઉજ્જૈન : જયારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈન શિપ્રાના કિનારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

શાહી સ્નાનનું મહત્વ શું છે?

કુંભમેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિની માન્યતા છે, એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે. કુંભમેળામાં સ્નાન કરવાથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કુંભ મેળામાં લાખો ભક્તો પવિત્ર નદીઓના સ્નાન કરે છે. પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ અહીં મળે છે. તેથી આ સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

મહાકુંભ 2025 શાહી સ્નાનની તિથી / પ્રયાગરાજ મહાકુંભ શાહી સ્નાનની તિથી

13 જાન્યુઆરી 2025 : પોષ પૂર્ણિમા

14 જાન્યુઆરી 2025 : મકર સંક્રાંતિ

29 જાન્યુઆરી 2025 : મૌની અમાસ (સોમવતી)

3 ફેબ્રુઆરી 2025 : વસંત પંચમી

12 ફેબ્રુઆરી 2025 : માધી પૂર્ણિમા

8 માર્ચ 2025 : મહાશિવરાત્રી

આ મહાકુંભમાં જવા માટે સરકાર શ્રી દ્વારા ઘણી બધી સુવિધાઓ કરી છે જેના ભાગ રૂપે ગુજરાતમાંથી જતી રોજીંદી ટ્રેનો ઉપરાંત 7 જેટલી સ્પેશીયલ ટ્રેનો પણ દોડાવવામાં આવનાર છે જેવી કે સાબરમતી-બનારસ સ્પેશીયલ ટ્રેન, સાબરમતી વાયા ગાંધીનગરથી બનારસ સ્પેશિયલ ટ્રેન, ઉધના-બલિયા મહાકુંભ સ્પેશિયલ ટ્રેન, વલસાડ-દાનાપુર મહાકુંભમેળા સ્પેશિયલ ટ્રેન, વાપી-ગયા સ્પેશિયલ ટ્રેન, વિશ્વામિત્રી-બલિયા સ્પેશિયલ ટ્રેન અને ભાવનગર-બનારસ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. ટ્રેન ઉપરાંત ફ્લાઈટ પણ પ્રયાગરાજ જવા માટે મળે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી GujToday.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Leave a Comment