Mithada Maheman Trailer: કોમેડીથી ભરપુર મીઠડા મહેમાન ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

By MYOJASUPDATE

Published On:

Follow Us

Mithada Maheman Trailer: યશ સોની અને આરોહી અભિનીત ફૂલ કોમેડીથી ભરપુર મીઠડા મહેમાન ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું.

Mithada Maheman Trailer: હાલમાં ગુજરાતી ફિલ્મો ઘણા અલગજ કોન્સેપ્ટ પર બનાવામાં આવી રહી છે, જે લોકોને પણ પસંદ આવી રહી છે એવી જ એક મીઠડા મહેમાન ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જે તમને પેટ પકડીને હસવા પર મજબુર કરી દેશે.

Mithada Maheman Trailer – મીઠડા મહેમાન ગુજરાતી ફિલ્મ ટ્રેલર

Mithada Maheman Trailer
Mithada Maheman Trailer

હમણા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મમાં સારી ફિલ્મો જોવા મળી રહી છે, જેમાં થોડા ટાઈમ પહેલા મલ્હાર ઠાકરની ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડયા જે એક પિતા અને પુત્રની વાર્તા હતી તેમજ કોમેડીની વાત કરીએ તો હિતુ કનોડિયા પણ ફાટી ને ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ આવી હતી અને થોડા દિવસ પહેલા જ જીજા સાલા જીજા ફિલ્મ સિનેમા ઘરોમાં રીલીઝ થઇ હતી.

આ ટ્રેલર બે મિનીટનું છે, આ ટ્રેલરની શરૂઆત માં જોઈ શકાઈ છે કે યશ સોની સુસાઇડ કરવા જતો હોય છે અને તેને ત્યાં કેબ ડ્રાઈવર મળે છે, અને ત્યારબાદ બીજા આરોહીની પણ એન્ટ્રી થતી જોવા મળે છે અને મિહિરની પણ એન્ટ્રી થાય છે. આ ચારેય વચ્ચે ખુબજ સારી કેમેસ્ટ્રી જોવા મળે છે.

આ ફિલ્મ અ બીગ બોક્ષ સીરીઝ (A Big Box Series Production) બેનર હેઠળ બનેલી ફિલ્મ છે. તેમજ આ ફિલ્મના લેખક અને ડીરેક્ટર ચિન્મય પરમાર છે. અને મ્યુઝીક રાહુલ મુંજારિયાએ આપેલ છે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ સિનેમા ઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. અહી તમને એ પણ જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ કેસરી 2 પણ આ જ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. જે અક્ષય કુમાર અને આર માધવન અભિનીત ફિલ્મ છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment