NETFLIX OTT રિલીઝ એપ્રિલ 2025: નેટફિલકસ આ વર્ષ 2025 માં ઘણી વેબ સીરીજ અને મુવી રિલીઝ થઈ છે. ઘણી મુવી અને વેબ સિરીઝ દર્શકોને પસંદ આવી છે
NETFLIX OTT રિલીઝ એપ્રિલ 2025
ઓટીટી પર પ્લેટફોર્મ નેટફિલકસ ફરી થી એકવાર મનોરંજન ધમાકે લાવી રહ્યું છે એપ્રિલમાં ઘણી બધી મુવી રિલીઝ થઈ છે અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે ઘણી મુવી રોમાંચક અને ઐતિહાસિક વેબ સિરીઝ અને સાયન્સ સુધી છે આ મહીને જોરદાર મુવી અને વેબ સિરીઝ જોવા મળશે.
નેટફિલકસ પર એપ્રિલ 2025 વેબ સિરીઝ અને મુવી રિલીઝ
છાવા : સિનેમાધરોમાં ધૂમ મચાવી છે કૌશલની આ ઐતિહાસિક ફિલ્મ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. દેશભક્તિ, બલિદાન અને બહાદુરીથી ભરેલી આ સ્ટોરી દરેક ઇતિહાસ પ્રેમીએ અવશ્ય જોવી જોઈએ.
કર્મા : કર્મા કોરીયન નાટકમાં એક અકસ્માત પછી છ લોકોના જીવન જોડાયેલા હોય છે અને ગુનાની એક જટિલ વાર્તા શરૂ થાય છે. સસ્પેન્સ, ભાવનાઓ અને વળાંકોથી ભરેલી આ વેબ સિરીઝ ચોક્કસપણે જોવા લાયક છે.
બ્લેક મિરર સીજન 7 : ડાયસ્ટોપિયન સાયન્સ-ફિક્શન પાછી આવી છે. બ્લેક મિરરની સાતમી સીઝન આવી રહી છે અને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે વાર્તાઓ વધુ ઊંડાણ અને ટેકનોલોજીકલ વળાંકોથી ભરેલી છે.
કોર્ટ સ્ટેટ્સ વિરુદ્ધ નોબડી : આ તેલુગુ નાટક એક છોકરાની વાર્તા છે જે ખોટા આરોપોમાં ફસાઈ જાય છે. પોસ્કો જેવા ગંભીર કેસ પર આધારિત આ ફિલ્મ ન્યાય વ્યવસ્થા અને સમાજનું સત્ય બહાર લાવે છે.
ટેસ્ટ : ક્રિકેટની બેકડ્રોપ સામે સેટ કરાયેલ આ ભાવનાત્મક અને રોમાંચક રમત નાટક ત્રણ સામાન્ય લોકોની વાર્તા છે જેમના ભાગ્ય ક્રિકેટ મેચ દરમિયાન એકબીજા સાથે જોડાયેલા રહે છે
ધ ગાર્ડનર : આ સ્પેનિશ થ્રિલર ફિલ્મ માતા-પુત્રની જોડી પર આધારિત છે જેઓ ભાડા માટે ખૂનનો ધંધો ચલાવે છે. આ સસ્પેન્સથી ભરેલી સ્ટોરીમાં તમને દરેક વળાંક પર ચોંકાવનારા બનાવો જોવા મળશે
યુ સીજન 5 : જો ગોલ્ડબર્ગની સ્ટોરીમાં એક નવો વળાંક આવ્યો છે તે હવે ન્યૂ યોર્ક પાછો ફર્યો છે. પણ શું તે પોતાના ભૂતકાળમાંથી છટકી શકશે? આ મનોવૈજ્ઞાનિક થ્રિલરનો નવો ભાગ વધુ ઘેરો અને વિકૃત છે.